Home » Breaking News » પીપલોદના બિલ્ડર સાથે અન્ય બિલ્ડર સહિત 12 શખ્સોની 88 લાખની ઠગાઇ

News timeline

India
3 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
26 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
31 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

પીપલોદના બિલ્ડર સાથે અન્ય બિલ્ડર સહિત 12 શખ્સોની 88 લાખની ઠગાઇ

સુરત- છૂટક કન્સ્ટ્રકશનનું કામ કરતા પીપલોદના બિલ્ડરને ઘોડદોડ રોડ સ્થિત જુના મકાન ને ઉતારી બનનારા નવા બિલ્ડીંગમાં ઓફિસ આપવાનું કહી રૂપિયા આઠ લાખ પડાવ્યા બાદ તેમને તે પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ બનાવી પ્રોજેક્ટ માટે તેમની પાસેથી રૂપિયા ૮૦ લાખ લઈ બિલ્ડર, તેમના ભાગીદાર હીરાવેપારીએ બોગસ દસ્તાવેજો બનાવી ફ્લેટ હોલ્ડર્સ સાથે મળી કોંગ્રેસના કોર્પોરેટરના ભાઈ અને તેના પરિવારજનોને ભાગીદાર બનાવી છેતરપિંડી આચરતા ઉમરા પોલીસે બે મહિલા સહિત કુલ ૧૩ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પીપલોદ પોલીસ લાઇન સામે સાંઇસમર્થ રો હાઉસ ઘર નંબર ૪ માં રહેતા ૫૪ વર્ષીય મિતેશભાઇ કિશોરભાઈ કોયા છૂટક કન્સ્ટ્રક્શનનું નું કામ કરે છે. તે માટે ઓફિસની જરુર હોવાથી દલાલ નીતિનભાઇ ઠક્કર મારફત સાડાત્રણ વર્ષ પહેલા ઘોડદોડ રોડ ઝેવીયર્સ સ્કૂલ સામે નિલગંગા એપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટનું આયોજન કરતા મનોજભાઇ ઉર્ફે મનસુખ ગોવિંદભાઇ રામપરીયા સાથે મુલાકાત થઇ હતી. નિલગંગા એપાર્ટમેન્ટ રીડેવલપ થયા બાદ ત્યાં ઓફિસ આપવાનું કહીને મનસુખ રામપરીયાએ રૂા.૮ લાખ લીધા હતા.

વારંવાર મુલાકાત બાદ બંને વચ્ચે મિત્રતા થતાં મનસુખભાઇએ મિતેશભાઇને કન્સલ્ટન્ટ બનાવી રૂા.૮૦ લાખ આપવા વાયદો કર્યો અને બાદમાં પૈસાની જરુર છે કહીને રૂા.૮૦ લાખ પણ લીધા હતા. પણ મિતેશભાઇ સાથે દગો કરી મનસુખ રામપરીયાએ પોતાના ભાગીદાર એવા હીરાના વેપારી રમેશભાઈ વલ્લભભાઈ આંબલીયા અને નિલગંગા એપાર્ટમેન્ટના છ ફ્લેટ હોલ્ડર સાથે મળી કોંગ્રેસના કોર્પોરેટર ધનસુખ રાજપૂતના ભાઈ વિજય રાજપૂત અને તેમના પરિવારજનોને ભાગીદાર બનાવી દીધા હતા. ભાગીદારી માટે જે દસ્તાવેજોનો ઉપયોગ થયો તેમાં મિતેશભાઇની ખોટી સહી અને અંગુઠાના ખોટા નિશાન પણ લગાવ્યા હતા. મિતેશભાઇના કુલ રૂા.૮૮ લાખ ડુબાડી દીધા બાદ તેમને ધાક-ધમકી અપાઇ હતી.