Home » Gujarat » Bhuj » જયંતી ભાનુશાળીની હત્યાના શકમંદોની તપાસ

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
60 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

જયંતી ભાનુશાળીની હત્યાના શકમંદોની તપાસ

મુંબઇ-પુનાના શાર્પશૂટરો હોવાની આશંકા

ભાજપના કચ્છના નેતા જયંતી ભાનુશાળીની મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. પોલીસ શકમંદોને કાલુપુર ખાતે રખાયેલા એચ-૧ કોચ લઈ જઈ તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં મહારાષ્ટ્રના શાર્પશૂટરને ટીપ આપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. હત્યા કેસની તપાસમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્ત્વની કડી મળી છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં અંગત અદાવત અને ભાનુશાળી પાસેની કેટલાક સ્ફોટક વિગતો મેળવવા માટે પણ આ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મળી રહી છે હત્યામાં મહારાષ્ટ્રનો ભાઉ નામનો શાર્પશૂટર હોવાની શંકાના આધારે પોલીસ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવી જાય તેવો પોલીસને વિશ્ર્વાસ છે. ભાનુશાળીને એકદમ નજીકથી જાણતો વ્યક્તિ પણ હત્યામાં સામેલ હોવાની પોલીસને શંકા છે. જેના આધારે ભાનુશાળીના ત્રણ ફોનની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે. તેમાંથી પણ પોલીસને કેટલીક મહત્ત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.