Home » Breaking News » ભાજપના પૂર્વ ધારાસભ્યએ રેલ રોકો આંદોલનની ચિમકી આપી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભાજપના પૂર્વ ધારાસભ્યએ રેલ રોકો આંદોલનની ચિમકી આપી

ઊંઝાના નવા રેલવે સ્ટેશનમાં 200 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપો પણ કર્યા

ઊંઝા- ઊંઝા શહેરથી દોઢ-બે કિ.મી. દૂર બનાવેલ નવીન રેલવે સ્ટેશનમાં થયેલ કૌભાંડની તપાસની માંગની સાથે-સાથે નવીન સ્ટેશને તમામ સગવડો તાત્કાલિક ઉભી નહી થાય તો આગામી 17મી ફેબુ્રઆરી 2019 પછી રેલ રોકો આંદોલન કરવાની ચિમકી પૂર્વ ધારાસભ્યે આપી રેલવે સામે લાલ આંખ કરી છે.

આ સંદર્ભે ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને ચિમકી આપેલ છે કે ઊંઝામાં શહેર નજીક જૂના રેલવે સ્ટેશને જરુરિયાત પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ હોવા ઉપરાંત ઊંઝાની રેલવે સ્ટેશન નહિ ખસેડવાની ઉગ્ર માંગણી અને વારંવાર રજૂઆતો છતાં ઊંઝાથી દોઢથી બે કિ.મી. મહેસાણા તરફ વગડામાં રેલવે સ્ટેશન નવીન ઉભુ કરવામાં આવેલ છે. જેમાં 200 કરોડ કરતાં પણ વધુ નાણાનુ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરી પૂર્વ ધારાસભ્યે રેલવે સ્ટેશન માટે જમીન ગ્રહણ તેમજ બાંધકામમાં થયેલ કૌભાંડની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે.

બીજી તરફ નવીન સ્ટેશનમાં તમામ સગવડોનો અભાવ હોવાછતાં ઉતાવળે જૂના સ્ટેશનેથી નવા સ્ટેશનમાં ખસેડવામાં આવતા હવે સગવડો માટે રેલવે સ્ટેશને માંગણીઓ શરુ થઈ છે. નવીન સ્ટેશને ખસેડવા શા માટે ઉતાવળ કરવામાં આવી તે તપાસનો મામલો બન્યો છે. નવીન રેલવે સ્ટેશને સલામતીથી લઈને અનેક પ્રશ્ને સગવડોનો અભાવ છે. રેલવે રિઝર્વેશન માટે નગરમાં પોસ્ટ ઓફીસે નવીન સગવડ ઉભી કરવા બાબતે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવેતંત્ર તરફથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી ઉપરોક્ત સઘળી બાબતોએ તા.17-02-2019 સુધીમાં ઉકેલ નહિ મળે તો રેલ રોકો આંદોલન કરવાની પણ ચિમકી પૂર્વ ધારાસભ્યે આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. નવીન સ્ટેશન વગડામાં હોવાથી એકલતાનો લાભ લઈ કેટલાક મુસાફરો લુંટાયા હોવાની માહિતી પણ બહાર આવી હોવાથી મુસાફરોની સલામતીનો મામલો ગંભીર બન્યો છે.