Home » Gujarat » Gandhinagar » મુખ્યમંત્રી રૂપાણી આગામી ચાર વર્ષના વિકાસ માટેનો ગુજરાતનો રોડ મેપ આપશે

News timeline

India
6 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
29 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
34 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

મુખ્યમંત્રી રૂપાણી આગામી ચાર વર્ષના વિકાસ માટેનો ગુજરાતનો રોડ મેપ આપશે

ગાંધીનગર- મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આ વખતે નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે. તેનો રોડ મેપ ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022’ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે.

આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીશ્રીએ જે સપનું સેવ્યું છે. એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.

ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઈવેન્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની 2022 અને તેથી આગળની ભાવિ વિકાસયાત્રાનું આગવું વિઝન રજૂ કરશે.