Home » Gujarat » વાપી CETPને ૨૦૧૬-૧૭ના પ્રદુષણ મામલે NGT એ 10 કરોડનો દંડ કર્યો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

વાપી CETPને ૨૦૧૬-૧૭ના પ્રદુષણ મામલે NGT એ 10 કરોડનો દંડ કર્યો

NGTનો પ્રદુષણ મુદ્દે બે ટતસ્થ કમિટિ રચવા પણ આદેશ

વાપી- વાપીમાં કાર્યરત સીઈટીપી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રદુષણ ફેલાતું હોવાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કરવામાં આવેલી પીટીશન સંદર્ભે આજે એનજીટીએ વાપી ગ્રીન એન્વાયરોને રૂા.૧૦ કરોડનો દંડ ફટકાર્યો છે. સાથે પ્રદુષણ ઓકતાં એકમો પાસેથી દંડ વસુલાત કરવા કમિટીને આદેશ કરવામાં આવ્યો છે. જોકે એનજીટીમાં એકતરફી સુનાવણી થઈ હોવાથી વાપી ગ્રીન એન્વાયરો દ્વારા એનજીટીના હુકમને સુપ્રિમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરવામાં આવી છે.

વાપી સીઈટીપી (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) થકી દમણના દરિયામાં પ્રદુષણની માત્રામાં વધારો, વાપીની આસપાસના ગામોના ભુગર્ભ જળ દુષિત થવા સહિતના કારણો બાબતે જીપીસીબીના એનાલિસિસ રિપોર્ટના આધારે આર્યવ્રત ફાઉન્ડેશન નામની એનજીઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં  નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નવી દિલ્હી સ્થિત પ્રિન્સિપલ બેંચમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જે બાબતે અનેક સુનાવણીઓ બાદ આજે આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એનજીટીએ વાપી સીઈટીપીના  વર્ષ ૨૦૧૬-૧૭ના પરિણામો સંતોષજનક અને નિર્ધારિત માત્રામાં નહીં હોવાનું ટાંકીને ભારતમાં તમામ કાર્યરત સીઈટીપીને પણ દાખલો બેસે તે રીતે રૂા.૧૦ કરોડનો દંડ ફટકાર્યો છે.

સાથે પ્રદુષણ ઓકતાં અને વાપીના માથે કલંક લગાડતાં મોટા, મધ્યમ અને નાના કદના ડિફોલ્ટર એકમો પાસેથી પણ દંડ વસુલ કરવા માટે વાપી ગ્રીન એન્વાયરોને આદેશ કર્યો છે. એનજીટીએ કરેલા આદેશને પગલે વાપી ગ્રીન એન્વાયરોના સભ્યો સહિત ઉદ્યોગપતિઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે તાજેતરમાં વાપી ગ્રીન એન્વાયરોની યોજાયેલી ચૂંટણી દરમિયાન એનજીટીમાં વાપી ગ્રીન એન્વાયરો વિરૂદ્ધના એકપણ કેસ પેન્ડિંગ નહીં હોવાની જાહેરાત કરવામાં આવી હતી. અને આજે રૂા.૧૦ કરોડનો દંડ ફટકારાતા સભ્યોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ ઉપરાંત એનજીટીએ પ્રદુષણ મુદ્દે તટસ્થ બે કમિટીની રચના કરવા માટે પણ આદેશ કર્યો છે.