Home » Breaking News » સાત કિ.મી.ના હાઈવે પર રૃા.700 કરોડના ખર્ચે ચાર ઓવરબ્રીજ બનશે

News timeline

India
4 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
27 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
32 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

સાત કિ.મી.ના હાઈવે પર રૃા.700 કરોડના ખર્ચે ચાર ઓવરબ્રીજ બનશે

બે વર્ષમાં સાબરડેરીથી કાંકણોલ સુધીનો માર્ગ અકસ્માત ઝોન સલામત બનશે

હિંમતનગર- દિલ્હીથી મુંબઈ જતા નેશનલ હાઈવે ૮ નું કેન્દ્રની હાઈવે ઓથોરીટી ધ્વારા વિસ્તૃતીકરણ કરાઈ રહ્યું છે ત્યારે આ નેશનલ હાઈવે પર આવતા હિંમતનગરના કાંકણોલથી સાબરડેરી વચ્ચે સાત કિલોમીટરના વિસ્તારમાં લોકોની સલામતી અને હાઈવે ટ્રાફિક વધુ સુચારુ બને તે આશયથી રૃા.૭૦૦ કરોડના ખર્ચે ચાર ઓવરબ્રીજ બનાવાશે. જેના કારણે અકસ્માત ઝોન તરીકે ઓળખાતો આ વિસ્તાર આગામી બે વર્ષમાં સલામતી ઝોનમાં ફેરવાઈ જશે.
નેશનલ હાઈવે ૮ પૈકીના ગુજરાતની હદમાં આવતા રતનપુરથી મોટા ચિલોડા વચ્ચેના રોડના વિસ્તૃતીકરણનું કામ ઘણા વખતથી ધમધોકાર ચાલી રહ્યું છે. આ નેશનલ હાઈવે જ્યારે સિક્સલેન બનશે ત્યારે તેની પહોળાઈ અંગે અહીંથી પસાર થતા વાહનચાલકો કલ્પના કરીને અચંબામાં મુકાઈ જાય છે.
તો બીજી તરફ હાઈવે ક્રોસ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરીટીએ વર્ષો અગાઉ સર્વે કર્યા બાદ તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી ઓવરબ્રીજ,અંડરબ્રીજ તથા હેવી અને લાઈટ વ્હીકલ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે.
શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે માટે અલગથી ઓવરબ્રીજ તથા અંડરબ્રીજની ડિઝાઈન તૈયાર કરાઈ છે. જેમાં નેશનલ હાઈવે ૮ પરના ૮૩૦ મીટરથી ૯૧૦ મીટર વચ્ચે આવતા સાબરડેરીથી કાંકણોલ સુધીના સાત કિલોમીટર વિસ્તારનો સમાવેશ થઈ જાય છે.
આ હાઈવે પર સાબરડેરીથી કાંકણોલ વચ્ચે ચાર ઓવરબ્રીજ તૈયાર થઈ ગયા બાદ અતિ વ્યસ્ત રહેતા આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટી જશે જેના લીધે અકસ્માત ઝોન તરીકે ઓળખાતા આ વિસ્તાર માટે રૃા.૭૦૦ કરોડનો ખર્ચ પૂર્ણ થયા બાદ તે વાહનચાલકો માટે સલામત ઝોન બની જશે.
ઉપરાંત શામળાજીથી ચિલોડા થઈ મોટા ચિલોડા સુધીના હાઈવે પર અનેક ફ્લાયઓવર,અંડરબ્રીજ તથા અન્ય નાના ગરનાળા બનાવાશે. જેના લીધે સ્થાનિક પ્રજાને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી નહી પડે તેમ છતાં એક તરફથી બીજી તરફ વાહન લઈને જવુ પડશે તો તેના માટે થોડોક સમય અને પ્રવેશદ્વાર સુધી જવુ પડશે.