Home » Gujarat » બાળ તસ્કરીકાંડ, એક લાખમાં વેચાયું હતું ચાર મહિનાનું બાળક

News timeline

Delhi
27 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
29 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
38 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
41 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
44 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
45 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
47 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
49 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

બાળ તસ્કરીકાંડ, એક લાખમાં વેચાયું હતું ચાર મહિનાનું બાળક

વડોદરા: છોટા ઉદેપુર જિલ્લાના આંતરા રાજ્ય બાળ તસ્કર મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળક મળ્યો છે. જેમાં પાલક પિતાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર શૈલુ રાઠોરે રીમાન્ડ દરમિયાન પોલીસને માહિતી આપતા પોલીસે ચાર માસનું બાળક ધાર જિલ્લાના ગુજરી ગામના નિ:સંતાન ગોવિંદ માલૂ પાસેથી કબજો મેળવ્યો છે. જે બાળકને એક લાખમાં વેચાયું હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં આ મામલામાં મળેલા બાળકોની સંખ્યા ૧૪ જેટલી થઇ છે. જ્યારે આરોપીની સંખ્યા ૨૮ જેટલી થઈ છે.

માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોર અને ડૉક્ટર રાજુ સહિત ૨૮ આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા ઘટસ્ફોટ સાથે વધુ બાળકો મળે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. બાળ તસ્કરીના મામલામાં મોટાભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો તેમ જ પાલન પોષણ કરવામાં અસમર્થ માતા પિતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકોને વેચવામાં આવ્યા છે. આ હૉસ્પિટલમાંથી બાળ તસ્કરી થતી હોવા બાબતેનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ અલીરાજપુર પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે તપાસનો દૌર શરૂ કરીને અત્યાર સુધી કેસર હૉસ્પિટલના ડૉ. રાજુ સહિત કુલ ૨૮ વ્યક્તિઓની અટકાયત કરી છે. આમાં કુલ ૧૪ જેટલા બાળકોને પોલીસે રિકવર કર્યા છે.