Home » Gujarat » Gandhinagar » વાઇબ્રન્ટ સમિટ- ૨૦૧૯: ૬૦૦ સીસીટીવીથી બાજ નજર રાખશે

News timeline

Delhi
37 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
40 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
48 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
52 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
55 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
56 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
58 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
59 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

વાઇબ્રન્ટ સમિટ- ૨૦૧૯: ૬૦૦ સીસીટીવીથી બાજ નજર રાખશે

ગાંધીનગર: મહાત્મા ગાંધી મંદિરમાં આગામી તા.૧૮ થી તા.૨૦મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોદી અને વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત સરકારે પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં ખડેપગે ફરજ પર ગોઠવવામાં આવશે. તેમ જ શહેરના મુખ્ય પોઇન્ટો ઉપર ૬૦૦ સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટને લઇને તા.૧૬મી જાન્યુઆરીથી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ઍરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

આગામી તા.૧૮ થી તા.૨૦મી જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની હોઇ તેમાં દેશના મોદી અને વિવિધ દેશોના ઉદ્યાગપતિઓ હાજર રહેવાના હોવાથી રાજ્ય સરકારે વીવીઆઈપીની સુરક્ષાને લઇને પાચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમ જ શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર સુરક્ષાના ભાગરૂપે ૬૦૦ સીસીટીવી કેમેરા લગાવી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેથી તા.૧૬મી જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ઍરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

વિવિધ દેશોના ઉદ્યાગપતિઓની અને વડા પ્રધાનની સુરક્ષાને લઇને રાજ્યના ગૃહ ખાતાએ આ સમિટમાં આવવાના રૂટ પર પોલીસ કર્મચારીને ચુસ્ત બંદોબસ્ત પોઇન્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે તેમ જ અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, ઍરપોર્ટથી ગાંધીનગરના માર્ગ, હેલિપેડ અને પ્રધાન આવાસ વિસ્તારમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જેથી મહાત્મા મંદિરથી ઍરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે.