Home » Gujarat » Gandhinagar » ભાનુશાળી અને મનીષા પાસે હતી BJPના કેટલાક ટોચના નેતાઓની સીડી

News timeline

Entertainment
7 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ભાનુશાળી અને મનીષા પાસે હતી BJPના કેટલાક ટોચના નેતાઓની સીડી

ગાંધીનગર- ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની તાજેતરમાં જ ટ્રેનની અંદર ગોળી મારીને ઘાતકી હત્યા કરાઇ હતી. હત્યાના દિવસથી જ એ બાબતની આશંકા હતી કે હત્યા પાછળ કથિત સેક્સ કૌભાંડ અને સેકસ સીડી જવાબદાર છે.

પોલીસ તપાસ દરમ્યાન હવે આવી આશંકા સાચી ઠરી રહી હોવાનું લાગી રહ્યું છે. ભૂતકાળમાં જ્યારે નલિયા કાંડ બહાર આવ્યું ત્યારે જયંતી ભાનુશાળીનું નામ બહાર આવ્યું હતું ત્યારબાદ થોડો વખત પહેલા પણ સુરતની યુવતીએ જયંતી ભાનુશાળી ઉપર જ્યારે નડિયાદની પરિણીતાએ માજી ધારાસભ્ય છબીલ પટેલ ઉપર દુષ્કર્મની ફરિયાદ કરી હતી.

ભાજપના આ બન્ને દિગ્ગજ નેતાઓને એવી આશંકા હતી કે તેમના હરીફે તેમની કારકિર્દી ખતમ કરવા માટે યુવતી મારફત દુષ્કર્મની ફરિયાદ કરવાનું કાવતરૂ ઘડ્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. જે ધીમે ધીમે પરાકાષ્ટાએ પહોંચી હતી બીજી બાજુ એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે બંને નેતાઓએ મનીષા તેમજ અન્ય યુવતીઓની પાસેથી ભાજપના કેટલાક ટોચના નેતાઓની વિડીયો સીડી મેળવી લીધી હતી.

ભાનુશાળી અને છબીલ પટેલ પાસે તથા મનીષા ગોસ્વામી પાસે પણ ભાજપના કેટલાક નેતાઓની વિવાદાસ્પદ ગણી શકાય એવી સીડી છે. જેને કારણે આ બંને નેતાઓને કાયમી ડર હતો કે જો તેમની સીડી જાહેર કરી જશે તો તેમની હાલત કેવી થશે. ઉપરાંત ભાજપના નેતાઓએ કચ્છના હાઉસમાં જઈને મીઠી ખારેકનો સ્વાદ માણ્યો હતો. તેઓ પણ ખૂબ જ ટેન્શનમાં છે કારણકે તેમને ખબર પડી ગઈ છે કે તેઓએ જે રંગરેલીયા મનાવી હતી તેનો વીડિયો ઉતારીને સીડી બનાવી દેવાઈ છે. સેક્સ કૌભાંડ અને સેક્સની સીડીના પગલે છેલ્લા ત્રણ મહિનાથી એવી ભીતિ સેવાતી હતી કે હવે ગમે તે સમયે કંઈક ગંભીર ઘટના કે નવાજૂની થઈ શકે છે. જયંતી ભાનુશાળીની હત્યા પાછળ પણ ભાજપના નેતાઓને કહેવાતી આવી સેક્સ સીડી જ જવાબદાર છે.