Home » Gujarat » Bhuj » નલિયાકાંડમાં યુવતીઓ સપ્લાય કરાતી હતી તેવા 65 રાજકારણીઓ છટકી ગયા

News timeline

Delhi
8 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
11 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
19 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
23 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
26 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
27 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
29 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
30 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

નલિયાકાંડમાં યુવતીઓ સપ્લાય કરાતી હતી તેવા 65 રાજકારણીઓ છટકી ગયા

ફરિયાદ નોંધાવનાર યુવતીએ ૩પ જેટલી અન્ય યુવતીઓ કાંડનો ભોગ બની હોવાનો આક્ષેપ કર્યો હતો

ભાનુશાળીની હત્યા બાદ ‘મીઠી ખારેક’ શબ્દ અને સેક્સકાંડ ચર્ચાની એરણે ચડયા છે. ત્યારે આ બનાવના પગલે જેને ભીનું સંકેલવાના પ્રયાસો હાલ અંતિમ તબક્કામાં પહોંચ્યા છે તેવું નલિયાકાંડ ફરી એક વખત તાજું થયું છે. ભોગ બનેલી યુવતીએ કરેલા આક્ષેપો મુજબ ૬પ નાના-મોટા રાજકારણીઓના ગૃપમાં યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી. આ દલદલમાં આશરે ૩પ જેટલી યુવતીઓનો ભોગ લેવાયો હતો.

વર્ષ ર૦૧પાથી શરૃ થયેલી નલિયાકાંડની પાપલીલા અંગે રપ જાન્યુઆરી, ર૦૧૭માં જ્યારે દસ લોકો સામે ફોજદારી ગુનો નોંધાયો ત્યારે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. મુળ કચ્છની મુંબઈ રહેતી યુવતી કચ્છમાં નોકરીની શોધમાં આવ્યા બાદ તેની મુલાકાત નલિયાના બબા શેઠ નામની વ્યક્તિ સાથે થઈ હતી.

અહી ગેસ એજન્સીમાં તેને નોકરીએ રાખવામાં આવી હતી. અહીથી તેના યૌન શોષણનો સીલસીલો શરૃ થયો હતો. આ યુવતીએ જે તે સમયે કરેલા આક્ષેપો અનુસાર ફાર્મહાઉસોમાં ભાજપના નેતાઓ આવતા હતા ત્યારે યુવતીઓને કાર્યકર તરીકે આૃથવા તો કેટરર્સ તરીકે લઈ જવામાં આવતી હતી. જ્યાં આ મહિલાઓનું યૌન શૌષણ થતું હતું. કચ્છની એક મોટા ગજાની મહિલા આગેવાન યુવતીઓને લેવા-મુકવા જવા સહિતની બાબતોનું વ્યવસૃથાપન કરતી હતી.

યુવતીઓને ખાસ પ્રકારના ઓળખપત્રો પણ આપવામાં આવ્યા હતા. આક્ષેપ કરનાર યુવતીએ પણ આવા ત્રણ આઈ-કાર્ડ રજૂ કર્યા હતા. તેના આક્ષેપ મુજબ પોલીસે ગાંધીધામના બે નગરસેવકો તેમજ ભાજપના જે તે સમયના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તાથા સંગઠનના હોદ્દેદારો સહિત કુલ ૧૦ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ તમામની ધરપકડ કરાઈ હતી.

હાલ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હોસ્ટાઈલ જાહેર થયેલી આ યુવતીએ એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે કુલ ૬પ જેટલા નાના-મોટા રાજકારણીઓના ગૃપમાં યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી. નલિયાકાંડમાં આશરે ૩પ જેટલી યુવતીઓ યૌનશોષણનો શિકાર બની હતી. પ્રક્રીયાના ભાગરૃપે હાલ કોર્ટમાં પુરાવાના આાધારે આ કેસ ચાલી રહ્યો છે,

પરંતુ પ્રકરણ રફેદફે કરવામાં ભાજપના મોટા ગજાના નેતાઓએ આકાશ-પાતાળ એક કરી દીધા છે.