અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યાને એક માસ થયો હોવા છતા સોપારી આપનાર પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ,મનીષા ગોસ્વામી શાર્પ શુટરો પોલીસને હાથ લાગ્યા નથી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ યુએઈથી અમેરિકા નાસી ગયા છે. ત્યારે સીઆઈડી ક્રાઈમની એસઆઈટીએ છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવા માટે સીઆરપીસીની કલમ ૭૦ કોર્ટમાં કાર્યવાહી કરી છે.જેની સુનાવણી આગામી ૧૧મી ફેબ્રુઆરીના રોજ રાખી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી અને છબીલ પટેલે એક બીજા ઉપર દુષ્કર્મના ગંભીર આક્ષેપો કરીને પોલીસ ફરિયાદો કરી હતી.જેમાં બન્ને જણાએ દુષ્કર્મની ફરિયાદોમાં સમાધાન કરી લીધુ હતુ. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી તથા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વચ્ચે ગંભીર અણબનાવ હતો. મનીષા ગોસ્વામી તેમજ જયંતી ભાનુશાળી વચ્ચે પણ આર્િથક મુદ્દાઓને લઈને વિવાદ ચાલતો હતો. તે વખતે જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલએ મનીષા ગોસ્વામી સામે નરોડા પોલીસ મથકમાં ૧૧મી એપ્રિલ ૨૦૧૮ના રોજ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જેના લીધે મનીષા ગોસ્વામીને ૧૦મી જુન થી ૩જી ઓગષ્ટ સુધી જેલમાં રહેવું પડયું હતું.
આ વખતે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સુરજીત પરદેશી (ભાઉ)ને લઈને સાબરમતી જેલમાં મનીષા ગોસ્વામીને છોડાવવા માટે મદદ કરી હતી.પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી ભેગા મળીને પોતાના દુશ્મન જયંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાંખવા માટે નક્કી કર્યુ હતુ. પછી નવેમ્બર ૨૦૧૮માં પુના ખાતે મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, સુરજીત પરદેશી (ભાઉ) પુના ખાતે મળ્યા હતા. બાદ જયંતી ભાનુશાળીનું કાસળ કાઢી નાંખવા માટે નક્કી કરીને જયંતી ભાનુશાળીની દરેક બાબતે વોચ રાખવામાં આવી હતી.
We are Social