Home » Gujarat » આશાબેન પટેલે પાર્ટી અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે -અમિત ચાવડા

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

આશાબેન પટેલે પાર્ટી અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે -અમિત ચાવડા

આશા પટેલ ભાજપમાં જોડાતા કૉંગ્રેસ લાલઘૂમ

પાટણમાં યોજાયેલા ક્લસ્ટર સંમેલનમાં ઊંઝાનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ ભાજપમાં જોડાયા છે. આ સંમેલનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને યોજાવાનું હોવાથી તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

આશા પટેલ ભાજપમાં જોડાતા અકતરફ ભાજપમાં ખુશીની લહેર છે તો બીજી તરફ કૉંગ્રેસ લાલઘૂમ થઇ ગઇ છે. આશા પટેલ ભાજપમાં જોડાયા બાદ હવે કૉંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કૉંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટી અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે. આશા પટેલ કૉંગ્રેસ પાર્ટીનાં ચિહ્નથી વિજયી બન્યા હતા, પરંતુ તેમણે પાર્ટી સાથે અને પ્રજા સાથે દગો કર્યો છે.”

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રસનું નામ-ઓ-નિશાન સાફ થઇ ગયું હતું અને લોકસભાની ૨૬ બેઠકો ભાજપાએ કબ્જે કરી હતી જે તમામ બેઠકોને પંજાનાં હાથમાં મુકવા માટે કૉંગ્રેસ હાઇકમાન્ડ આવનારી ૨૦૧૯ની ચૂંટણીને લઈને ગુજરાતમાં ધામા નાખવાની તૈયારીઓ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ગુજરાત કૉંગ્રસ પ્રદેશ પ્રમુખ નવસારીનાં મજીગામે આવ્યા હતા અને રાહુલગાંધીનાં વલસાડ જિલ્લાનાં ધરમપુરની સભામાં વધુમાં વધુ લોકો જોડાય એવો તખ્તો ઘડાયો હતો સાથે ઊંઝા વિધાનસભાનાં આશાબેન પટેલે કૉંગ્રેસ અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે એવું નિવેદન આપ્યું હતું.