Home » Gujarat » Ahmedabad » જેનામાં નખશીખ ઈમાન હોય તેવા માનવીના હસ્તે રામમંદિરનૂ ભૂમિપૂજન થવું જોઈએ : મોરારિબાપૂ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

જેનામાં નખશીખ ઈમાન હોય તેવા માનવીના હસ્તે રામમંદિરનૂ ભૂમિપૂજન થવું જોઈએ : મોરારિબાપૂ

– પૂ.બાપુએ રામજન્મોત્સવ ઉદ્ઘોષ કરતાં કથા મંડપમાં ઉપસ્થિત ભક્તો ભાવવિભોર બની ગયાં

નડિયાદ- રામમંદિર સંવાદ દ્વારા બનવું જોઈએ, વિગ્રહ દ્વારા નહીંસ અમે આનંદ અને સ્વીકૃતિની ઈંટ મૂકીને આવ્યા છીએ. રામસભાને સંત સભાના સંવાદથી રામમંદિર બને છે. ‘રામકથા’એ પ્રેમયજ્ઞા છે. તુલસીદાસ કહે છે સંતોની સભાએ અયોધ્યા છે. એમ આજ નગર નડિયાદના આંગણે સંતરામ ભૂમિ પર યોજાયેલી રામકથાના વ્યાસપીઠ પરથી છઠ્ઠા દિવસે ભગવાન રામચંદ્રનો જન્મોત્સવ કરાવતા પૂ. મોરારીબાપૂએ પોતાની અમૃતવાણીનો લાભ આપતા શ્રધ્ધાળુ શ્રોતાઓને જણાવ્યુ હતુ.

રામકથાના છઠ્ઠા દિવસે દેવોના દેવ મહાદેવ અને પાર્વતીની લગ્નની વાત માંડી પૂ. મોરારીબાપૂએ રામ જન્મોત્સવ ઉદ્ઘોષ કરતા કથા મંડપમાં શ્રોતાજનો ભક્તિભાવમાં તરબોળ બન્યા હતા અને સમગ્ર માહોલ રામમય બન્યો હતો. તે પૂર્વે પૂ. મોરારીબાપૂએ રામમંદિરના નિર્માણ અંગે વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતુ કે સંતોની સભાએ અયોધ્યા છે.

સંત હોય ત્યાં પ્રેમ હોય અને જ્યાં પ્રેમ ન હોય તે લોકસભા કહેવાય. જ્યાં વિવાદ કકળાટ કે મતમતાંતર-મતભેદ હોઈ શકે, પરંતુ રામમંદિર તો સંવાદથી શક્ય બનશે. શાંતિ પમાળે તેને સંત કહે, સંત સભા હોય ત્યાં શુભ ચર્ચા થતી હોય છે. જગતમાં શુભતત્વો છે. તેની ચર્ચા થાય તે સંતસભા, જ્યાં પરસ્પર સ્થાપિત પ્રેમનો ઝીણો દ્વાર થતો હોય છે. નિંદા, ઈર્ષા અને પ્રેમ એ ત્રણ ન હોય તેવું એકાદ ક્ષેત્ર હોય તે જરૂરી છે.

સંતો જ અયોધ્યા અને પ્રયાગતીર્થ છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ કાર્યમાં ભૂમિપૂજન કે ઈંટ મૂકવાનું વિધિ વિધાન કોના હસ્તે થવું જોઈએ? તે અંગે જવાબ આપતા પૂ. મોરારીબાપૂએ કહ્યું હતુ કે સમાજની પહેલ્યાઓ, શબરી અને કિશોરીઓના હસ્તે ઈંટ મૂકાવી જોઈએ, સમાજના છેવાડાના માનવીના હસ્તે ઈંટ મૂકાવી જોઈએ. એટલું જ નહીં સમાજની કોઈ મંદોદરી, તારા કે દ્રોપદી જોડે ઈંટ મૂકાવી જોઈએ. દેશના જવાન, કિશાન અને વૈજ્ઞાાનિક અને જેનામાં નખશીખ ઈમાન હોય તેવા માનવીના હસ્તે રામમંદિરનૂ ભૂમિપૂજન થવું જોઈએ. બાકી તે સિવાય કોઈને પણ ઈંટ ન અડવા દેવી જોઈએ.