Home » Breaking News » જેતપુરમાં વેપારી પાસે 50 લાખની ખંડણી માગનારા 5 આરોપી ઝબ્બે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

જેતપુરમાં વેપારી પાસે 50 લાખની ખંડણી માગનારા 5 આરોપી ઝબ્બે

જેતપુર- જેતપુર પટેલ ચોક વિસ્તારમાં રહેતા જયેશ વશરામભાઈ ઉસદડિયાને ચારેક દિવસ પૂર્વે એક કરોડ રૂપિયાની ખંડણી માંગતો તેમનાં મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવેલ એટલે શરૂઆતમાં તો કોઈ મજાક કરે છે તેમ લાગતા તેમણે ખંડણી માંગનારને સામેથી કોલ કરીને તું કોણ છો હું તને શું કામ ખંડણી આપું તેવી દલીલો કરી પરંતુ વારંવાર કોલ કરી અને જયેશભાઈ કયા છે શું કરે છે તેવું પણ જણાવતાં તેઓ ખંડણીના કોલ પ્રત્યે ગંભીર થયા હતા અને એક કરોડમાંથી ખંડણીની રકમ ઘટાડવાની જણાવતાં કોલ કરનારે છેલ્લે પચાસ લાખ તો આપવા જ પડશે તેવું જણાવેલ પરંતુ હાલ જયેશભાઈ પાસે આટલી મોટી રકમ હાથ ફર ન હોય દર મહિને દસ દસ લાખ હપ્તામાં આપવાનું જણાવ્યું હતું.

જેથી ખંડણીનો કોલ કરનારે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે જયેશભાઈના ઘર પાસે પાર્ક કરેલ તેની મોટરકારને સળગાવવાની કોશીષ કરેલ પરંતુ કાર સળગતા જ પડોશીઓનું ધ્યાન પડી જતા આગ પર પાણી રેડી આગ ઓલવી નાખેલ પરંતુ આગલા વ્હીલની વ્હીલ પ્લેટ થોડી સળગી ગઈ અને કાર સળગાવ્યાને થોડી જ વારમાં જયેશભાઈને ખંડણીખોરોએ કોલ કરીને જણાવેલ કે જો પચાસ લાખ રૂપિયા ન આપ્યા તો તારી કાર જેમ સળગાવી તેમ તને પણ સળગાવી નાખશું.

વેપારી યુવાન જયેશભાઈ કાર સળગાવાના બનાવ બાદ ડરી ગયો અને સિટી પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી જે એમ ભરવાડે સમગ્ર તપાસ પોતાની પાસે લઈને ખંડણીખોરોની મોબાઈલ નંબરને આધારે શોધખોળ હાથ ધરી જેમાં કોલ ડિટેઈલને અને વોઈસ મેચીંગને આધારે અંતે ખોડપરાની ઈદ મસ્જીદ પાસે રહેતો એક કિશોર હાથ લાગ્યો જેને ગુન્હો કબુલી લેતા આ ગુન્હામાં બીજા કોણ સાથે હતા તેની પુછપરછ કરતા જેમાં આ ખંડણીનો માસ્ટર શહેરના બાવાવાળા પાસે આવેલ ત્રણ માળીયામાં રહેતો કપીલ ઉર્ફે ટીનો દયારામ નિમાવત અને બાવાવાળા પરા વિસ્તારમાં રહેતો બાંગો ઉર્ફે રીયાઝ હનીફભાઈ રફાઈ હોવાનું જણાવતાં પોલીસે આ બંને શખ્સોને પણ દબોચી લીધા હતાં.

આ અંગે ડીવાયએસપી ભરવાડે જણાવેલ કિશોર આરોપીને ઘરમાંથી કાઢી મૂકયો છે એટલે તે હાલ રખડતો ભટકતો છે જયારે કપીલ પ્રોહીબીશનના ગુન્હામાં આઠથી દસ વખત અને શાપર વેરાવળમાં હનીટ્રેપનાં ગુન્હામાં પકડાઈ ચૂકેલ છે જયારે રીયાઝ પણ વાહન ચોરી અને પ્રોહીબીશનનાં અસંખ્ય ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.