Home » Breaking News » રાજકોટ નજીક સૂચિત એરપોર્ટ માટે જમીનનું કૌભાંડ બહાર આવતાં ફફડાટ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

રાજકોટ નજીક સૂચિત એરપોર્ટ માટે જમીનનું કૌભાંડ બહાર આવતાં ફફડાટ

મહેસૂલ વિભાગના અધિકારીઓએ મળીને શ્રીસરકાર હસ્તકની બામણબોર-જિવાપરની જમીનને ખાનગી માલિકીની જમીનમાં ખપાવી દઈને વેચી મારવાનું કૌભાંડ મહેસૂલ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવી જતાં તેમાં સંડોવાયેલા હોવાથી અનેક અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જોકે ઝાલાવાડના તત્કાલિન અધિક કલેક્ટર, ચોટીલાના પ્રાન્ત અધિકારી, અને તત્કાલીન મામલતદારના ચાર્જમાં રહેલા નાયબ મામલતદારને ફરજ પરથી ઉતારી મૂકીને એન્ટિ કરપ્શન બ્યુરોએ આ કેસમાં તપાસનો આદેશ આપ્યો તેથી આ જિલ્લાના અન્ય અધિકારીઓ ફફડી ઊઠયા છે.

શ્રીસરકાર હસ્તકની જમીન વેચી મારીને રૃ. ૨૫૦થી ૩૦૦ કરોડથી વધુ રકમની કમાણી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા આ મામલામાં પગલાં લેવામાં વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે.

૭૦૦ એકર જેટલી જમીનની માલિકી મળ્યા પચી રાતોરાત જ તે જમીન બીજી પાર્ટીઓને વેચી દેવામાં આવી છે. તેના પર દસ્તાવેજની નોંધની વિગતો પણ આવી ગઈ છે.

સરકાર આ મુદ્દે તપાસ આગળ વધારી રહી છે. મની અને મશલ્સ પાવરથી આ કૌભાંડમાં કામ લેવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓની મિલી ભગતમાં જ તેને અંજામ આપવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓ રજા પર પણ ઉતરી ગયા છે.