Home » Gujarat » ગુજરાતના સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર દ્વારા ૯૮ કરોડનો પ્રોજેક્ટ શરૃ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ગુજરાતના સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર દ્વારા ૯૮ કરોડનો પ્રોજેક્ટ શરૃ

૨૦૧૮-૧૯થી ૨૦૨૦-૨૧ એમ ત્રણ વર્ષ માટે રૃપિયા ૫૮ કરોડ ફાળવવામાં આવ્યા

ગુજરાતમાં ગત વર્ષે સિંહોના આકસ્મિત મોતની અનેક ઘટના સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર આખરે આ મામલે જાગી છે. કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલય દ્વારા ગુજરાત સરકાર સાથે મળીને એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રૃપિયા ૯૮ કરોડનો વિશિષ્ટ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટના ભાગરૃપે કેન્દ્રના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ એમ ૩ વર્ષ માટે રૃ. ૫૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં સિંહોનું વધુ સારી રીતે સંવર્ધન, સિંહોની બિમારી પર અંકૂશ અને ચિકિત્સા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કેન્દ્રિય મંત્રી હર્ષ વર્ધન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેના દરમિયાન આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકારને રૃપિયા ૧૭ કરોડની રકમ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના પ્રથમ વર્ષમાં ગીર અભ્યારણ્યના ૬૦૦થી વધુ સિંહોનું સંવર્ધન કરવામાં આવશે.

પ્રોજેક્ટ જાહેર કરતી વખતે હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, ‘સિંહોના સંવર્ધન માટે જે પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે તે પ્રશંસનીય છે. આપણા દેશના પ્રાણીઓ માટે આ પ્રકારના પગલા લેવામાં આવે તે ઇશ્વરના આશિર્વાદ સમાન છે. હું ગુજરાત સરકારને ખાતરી આપું છું કે આ કોઇ બીબાંઢાળ પ્રોજેક્ટ નહીં પણ નવો ચીલો પાડે તેવી મોડેલ સ્કીમ રહેશે. જે આવનારા સમયમાં આપણા દેશના પ્રાણીઓના સંવર્ધન માટે આદર્શ બનશે તેવો પૂરો વિશ્વાસ છે. ‘  આ પ્રોજેક્ટના ભાગરૃપે જીપીએસ, વ્હિકલ ટ્રેકિંગ, મૂવમેન્ટ સેન્સર્સ સાથેનું ઓટોમેટેડ સેન્સર ગ્રીડ, નાઇટ વિઝન, રિયલ ટાઇમ જનરેશન જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.