Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર : વધુ ૭૦ કેસ, ૩નાં મોત

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર : વધુ ૭૦ કેસ, ૩નાં મોત

૮ વર્ષમાં સ્વાઇન ફ્લુ સામે ગુજરાતમાંથી ૧૪૦૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

અમદાવાદ- ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વધુ ૩ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યની એપીડિમીક શાખા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ શહેરમાંથી ૨૫, વડોદરા શહેર, સાબરકાંઠામાંથી ૬-૬, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ગાંધીનગર જિલ્લામાંથી ૪-૪, ભાવનગર શહેર, વડોદરા, જામનગર શહેરમાંથી ૩-૩, ગાંધીનગર શહેર, ખેડા, પંચમહાલ, નવસારીમાંથી સ્વાઇન ફ્લુના ૧-૧ કેસ નોંધાયા હતા. ગુજરાતમાંથી છેલ્લા ૩ દિવસ દરમિયાન જ ૨૩૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ભાવનગર ખાતે ૧ અને બોટાદ ખાતે ૨ એમ ૩ વ્યક્તિએ આજે સ્વાઇન ફ્લુ સામે જીવ ગુમાવ્યો છે.

આ સાથે જ ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. ગુજરાતમાં ગત વર્ષે ૯૭ વ્યક્તિના સ્વાઇન  ફ્લુથી મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ આ વર્ષના પ્રથમ ૩૯ દિવસમાં જ સ્વાઇન ફ્લુ સામે ૫૪ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ૨૦૧૨થી ૨૦૧૯ના વર્ષમાં ૧૪૦૫ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે.

જોકે, તબીબોના મતે ગરમીનો પ્રારંભ થવાની સાથે જ સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થતો જશે. આ વર્ષે સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે.