Home » Gujarat » Ahmedabad » અમદાવાદમાં નિકાહની મિજબાનીમાં હોનારત, 200થી વધુને ફૂડ પોઇઝનિંગ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

અમદાવાદમાં નિકાહની મિજબાનીમાં હોનારત, 200થી વધુને ફૂડ પોઇઝનિંગ

દિલ્હી ચકલામાં રહેતા મુસ્લિમ પરિવારના નિકાહમાં દૂધીનો હલવો અને બિરયાની ખાવાથી ૨૦૦ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. બાળકો, સ્ત્રીઓ સહિત ૪૫ લોકોને વધુ અસર થતા તેમને દાખલ કર્યા હતા.જયારે બાકીને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી. ફુડ પોઈઝનીંગની ઘટના કેવી રીતે બની તે બાબતે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ફુડ પોઈઝનીંગનો ભોગ બનેલાના પરિવારે પોલીસમાં અરજી કરીને પગલા ભરવા માટે માંગણી કરી છે.

નિકાહમાં આવેલા લોકોેએ જણાવ્યુ હતુ કે, બપોરના આશરે ૩૦૦ લોકોએ જમણવારમાં ભોજન લીધુ હતુ.જેમાંથી ૨૦૦ લોકોને અસર થઈ હતી. જેમાં મોટાભાગના બાળકો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે. દરિયાપુર વોર્ડમાં દિલ્હી ચકલા નજીક સલાટવાડા ખાતે  આજે મુસ્લિમ પરિવારમાં નિકાહનો પ્રસંગ હતો.આ નિકાહમાં આવેલા મહેમાનો માટે જમણવાર બપોરના શાહીબાગ વોર્ડના માધુપુરાના નમસ્તે સર્કલ નજીક લાખાજી કુવરજી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મહેમાનોએ બપોરના સમયે બાળકો, સ્ત્રીઓ સહિત ૩૦૦ લોકોએ દૂધીનો હલવો, બિરયાની સહિતનું ભોજન લીધુ હતુ.બપોરના ભોજન લીધાને ત્રણેક કલાક બાદ અચાનક મહેમાનોને પેટમાં દુખાવો થઈને ફુડ પોઈઝનીંગ ચાલુ થયુ હતુ.