Home » Gujarat » Gandhinagar » સરકારી અધિકારીએ CM રૂપાણીને આત્મવિલોપનની ધમકી આપી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

સરકારી અધિકારીએ CM રૂપાણીને આત્મવિલોપનની ધમકી આપી

– નિયમ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારથી નોકરી કરી હોવા છતાં પૂર્ણ પગાર અપાતો નથી

ગાંધીનગર- ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમા ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા અને જામનગરમાં રહેતા અરજણભાઈ શિરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે પાનાનો પત્ર લખી આત્મવિલોપન કરવાની ધમકી આપી છે.

આ પત્રમાં તેઓ લખે છે કે હું છેલ્લા સાત વર્ષથી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું પાંચ વર્ષ સુધી સંતોષકારક નોકરી પૂરી થયા બાદ નિયમિત એપોઇન્ટમેન્ટ અને પૂર્ણ પગારથી નિમણૂક આપવાની જોગવાઈ છે.

મેં આ સંદર્ભમાં વારંવાર ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરી હોવા છતાં મને નિમિત્તે પેમેન્ટ મળ્યું નથી તેમજ 19950 નો ફિક્સ પગાર જ આપવામાં આવે છે જેને કારણે મારું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે સરકારના અન્ય કેટલાક વિભાગોમાં પાંચ વર્ષની નોકરી પૂરી થયા બાદ રેગ્યુલર પેમેન્ટ આપી દેવાઇ છે પરંતુ મને સતત અન્યાય કરાય છે.

છેલ્લા છ વર્ષથી પરિવારનું ભરણપોષણ કરવા માનસિક અને આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યો છું મારી તથા મારા પરિવારજનોની હાલત માનસિક રીતે ખરાબ થઈ ગઈ છે. અમે રજૂઆતો કરીને થાકી ગયા છીએ અંતિમ પગલું ભરતા પહેલા આપને જાણ કરવી પડે ગુજરાતની પારદર્શક ગતિશીલ અને આ સંવેદનશીલ સરકાર કે તેના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ ફિક્સ પગાર તરીકેની મારી વેદના કેમ સાંભળી શકતા નથી. મારો આ પ્રશ્નો 18 ફેબ્રુઆરી 2019 સુધીમાં હલ નહીં થાય તો અથવા કોઈ હકારાત્મક જવાબ નહીં મળે તો હું ૧૮મી ફેબ્રુઆરીએ મારી ઓફિસમાં જ મારી જાતને જલાવી આત્મવિલોપન કરી લઈશ.