Home » Gujarat » સુરતમાં સાહિત્ય, શિક્ષણ, મેડિકલ ક્ષેત્રે આગવું પ્રદાન કરનારી મહિલાઓનું બહુમાન

News timeline

Canada
2 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
10 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
12 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
14 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
16 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
18 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
18 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
19 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
20 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
21 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
21 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
22 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સુરતમાં સાહિત્ય, શિક્ષણ, મેડિકલ ક્ષેત્રે આગવું પ્રદાન કરનારી મહિલાઓનું બહુમાન

ડો. શ્રુતિ કોટેચાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સન્માનિત કરાયા

સુરત : આંતર રાષ્ટ્રીય મહિલા દિને સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા સાહિત્ય, સમાજ સેવા, શિક્ષણ, તબીબી વ્યવસાય ક્ષેત્રે સિદ્ઘિ હાંસલ કરનારી ૨૮૦ મહિલાઓનું સન્માન કરાયું હતુ. જેમાં સન સાઈન ગ્લોબલ હોસ્પીટલમાં ડેન્ટલ સર્જન તરીકે સેવા આપી રહેલા ડો. શ્રુતિ કોટેચાને તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો. શ્રુતિ કોટેચાએ નોન પ્રોફિટેબલ રીતે મિશન:સ્માઈલ અંતર્ગત છેલ્લાં ૬ વર્ષમાં ૧૦૦થી વધુ ડેન્ટલ કેમ્પમાં સેવા આપી ૧૦ હજારથી વધુ દર્દીઓને તપાસી સારવાર આપી છે. તેઓએ ઓરલ કેન્સરના દર્દીઓને પણ પ્રોત્સાહન પુરુ પાડયું છે તેમજ કેન્સર સામે લડવા અને બચવા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમને ‘‘ કેન્સર ખોજો, કેન્સર રોકો ’’ નામની ઝુંબેશ માટે ૮ માર્ચ ૨૦૧૭ના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સુરત મહાનગર પાલિકા દ્વારા સાયન્સ સેન્ટર સીટી લાઈટ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુરતમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને સીટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં સુરત મનપા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરો દિનેશ કાછડિયા, અસલમ સાઈકલવાલા અને શૈલેશ રાયકા પણ પહોંચ્યા હતા. આ ત્રણેય કોર્પોરેટરોને ડેપ્યુટી મેયર શંકર ચેવલી અને સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન રાજેશ દેસાઈએ મંચ પર બોલાવ્યા હતા. જે બાદ માનભેર તેઓના હસ્તે મહિલાઓનું સન્માન કરાયું હતુ.

કાર્યક્રમ દરમિયાન એક બે રમતોમાં નહીં પરંતુ ૪૮ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા ર્ધિમષ્ઠા મહેતા, દિવ્યાંગોને શિક્ષણ આપી રાજય કક્ષાએ એવોર્ડ મેળવનાર તર્લિકા ઠાકોર ઉપરાંત દેવીકાબેન કંસારા અને ફિઝયોથેરાપીસ્ટ ડો. સ્વાતીબેન પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પાલિકાની ૯૦ મહિલા કર્મચારીઓને પણ સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં વર્ષો બાદ કોંગ્રેસના નગરસેવકો માટે ભાજપ તરફથી ભાઇચારાની ભાવના દાખવાઇ હતી.

Similar posts