Home » Gujarat » પ્રમાણિકતા હજી મરી નથી, ગરીબ પરિવારે 7 વર્ષ બાદ પણ હોસ્પિટલનું બીલ ચૂકવ્યું

News timeline

Ahmedabad
29 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
49 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
59 mins ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
6 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

પ્રમાણિકતા હજી મરી નથી, ગરીબ પરિવારે 7 વર્ષ બાદ પણ હોસ્પિટલનું બીલ ચૂકવ્યું

પારડી-  ‘સાહેબ અમે ૭ વર્ષ પહેલાનું બાકી બીલ ચુકવવા આવ્યા છીએ’ પોતાની હોસ્પિટલમાં દર્દીને તપાસી રહેલા તબીબને જ્યારે દશેક વર્ષના છોકરાને લઇને આવેલા અત્યંત ઉંડાણ ગ્રામ્યવાસી માતા-પિતાએ આ શબ્દો કહ્યા ત્યારે વાપીના તબીબ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં.

પારડીમાં બાળકોની હોસ્પિટલ ચલાવતા ડો. કાર્તિક ભદ્રાની હોસ્પિટલમાં ૭ વર્ષ પહેલા એક ત્રણેક વર્ષના બાળકને ગંભીર બિમાર હાલતમાં દાખલ કરાયો હતો. આ આશીષ નામના માસુમને તે સમયે તબીબે પૂરતી સારવાર આપી સ્વસ્થ બનાવ્યો હતો. ડિસ્ચાર્જ લેતી વખતે ગરીબ માતા-પિતા પાસે હોસ્પિટલનાં બીલ ભરવાના રૂપિયા ન હતા. તેથી તેમને બીલ ભર્યા વગર જ તબીબે માનવતાને રાહે રજા આપી હતી.

આજે આ ઘટનાને ૭ વર્ષનો સમય વીતી ગયો છે. તબીબ પણ આ દર્દી તથા તેના માતા-પિતાને લગભગ ભૂલી ગયા હતાં. દરમિયાનમાં કપરાડા જેવા અત્યંત ઉંડાણના તાલુકાના અંતરિયાળમાં આવેલા ઉઝરડા ગામના આ ગરીબ આદિવાસી બે દિવસ પહેલા અચાનક પારડીના આ બાળ રોગના નિષ્ણાંત તબીબ પાસે આવી પહોંચ્યા હતા. આ સમયે માતા પિતા ભૂતકાળમાં માંદગીમાં સપડાયેલા અને સાજા થઇને ગયેલા ૧૦ વર્ષની ઉંમરે પહોંચેલા બાળકને લઇને આવ્યા હતા. તબીબ ર્કાિતક ભદ્રા સમક્ષ બાળકના પિતા વિજય ધાકળ અને માતાએ કહ્યું કહ્યુ કે ‘અમે ૭ વર્ષ પહેલા આ આશીષને અહી દાખલ કર્યો હતો. તેનું હોસ્પિટલનું બીલ અમે તે સમયે આર્િથક નબળી સ્થિતિને કારણે ભરી શકયા ન હતાં. આજે પૈસાની સગવડ છે માટે તે બીલ ભરવા આવ્યા છે.’

આ વાત સાંભળી તબીબના આંખો પણ ઘડીભર સજલ બની હતી. દેશના માલેતુજાર કરોડો રૃપિયાનું કરી નાંખી વિદેશ નાસી જાય છે. જયારે લાખો લોકો કરચોરી કરી મજા કરે છે. ત્યારે ગામડના આ ભોળા માનવી ૭ વર્ષે હોસ્પિટલનું બીલ ચૂકવવા આવ્યા હતા. તબીબે આ માનવીની પ્રમાણિકતાને બિરદાવી તે બીલનો સ્વીકાર કર્યો હતો. અને તેમાં પોતાનો ફંડ ઉમેરી આશીષના અભ્યાસ માટે તે રકમ આપી દીધી હતી. આ સમયે આ માતા-પિતા પણ ખૂશીના આસુ રોકી શકયા નહોતા.