Home » Gujarat » વિદેશની લાલચમાં છેતરાયેલા યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

News timeline

Bollywood
17 mins ago

સિંઘમ બાદ રોહિત શેટ્ટી હવે સિમ્બા બનાવવા તૈયાર

Football
2 hours ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
8 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
8 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
8 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

વિદેશની લાલચમાં છેતરાયેલા યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

કોંગ્રેસના કાર્યકરોએ એજન્ટની ઓફિસે પહોંચી કરી ધમાલ

વડોદરા- કુવૈતમાં નોકરીની આશા ઠગારી નિકળતાં પરત આવેલા વડોદરાનાં ૧૫ થી વધુ યુવકોએ પગાર પ્રસ્ને યુવક કોંગ્રેસના અગ્રણીઓએ ફતેહગંજ સ્થિત સેફરોન બિલ્ડીંગમાં ઇન્ટરનેશનલ  ઓફિસમાં ઓવરસીસ સર્વિસીસની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો.

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ ઓવરસીસ સર્વિસીસ દ્વારા રૃા.પાંચ હજાર લઇને કુવૈતના સોયેબા કેમ્પમાં આવેલી ખરાફી નેશનલ કન્સ્ટ્રકશન કંપનીમાં નોકરીના કરાર કર્યાહતા. જેમાં ૧૨ થી ૧૫ યુવકો કુવૈત ગયા હતા. આ યુવકોને ત્યાં એક મહિનો કામગીરી સોપી દરમ્યાન બાંધકામની કામગીરીને ગટર સફાઇ, હાઉસકિપીંગ, વિગેરે કામ સોંપવામાં આવ્યું હતુ.

ત્રણ મહિનાનો કરાર થયા છતાં બીજા મહિનેથી છુટા કરી દીધા હતા. જેથી મહામુસીબતે કંપની પાસેથી પાસપોર્ટ પરત મેળવીને વડોદરા પરત આવ્યા હતા. અને પોતાના ખર્ચે વિમાનની ટિકિટ લેવાનો વારો આવ્યો હતો. આજે યુવક કોંગ્રેસનાં અગ્રણીઓની આગેવાનમાં છેતરાયેલા યુવકોએ સેફરોન બિલ્ડિંગ સ્થિત ઇન્ટરનેશનલ ઓવરસીસ સર્વિસીસ ખાતે હોબાળો મચાવ્યો હતો. હાજર કર્મચારીઓ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.

ઓફિસમાં જ તેઓ ધરણાં પર બેસી ગયા હતા. સતત બે કલાક સુવધી ધરણાં અને સંચાલક હર્ષદ પટેલ વિરૃધ્ધ સુત્રોચ્ચારબાદ એક યુવકે બોટલમાં પેટ્રોલ લઇ આવી આત્મ વિલોપનનો પ્રયાસ કરવા જતાં પોલીસે ઝડપી પાડયો હતો.  પોલીસે આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર યુવક સહિત મોહસીન દિલીપસીંહ રાણા, ભગીરથસિંહ પરમાર, જીગ્નેશ જયેન્દ્રસિંહ ચાવડા અને સંદિપ યાદવની અટકાયત કરી હતી.