Home » Gujarat » Bhuj » ગાંધીધામ-ભચાઉ હાઈવે પર છકડાને ટ્રેઈલરે ટક્કર મારતા ચારના મોત

News timeline

Astrology
18 mins ago

આપનો આજનો દિવસ

Canada
23 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
24 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
6 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
8 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
8 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
10 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
10 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
12 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ગાંધીધામ-ભચાઉ હાઈવે પર છકડાને ટ્રેઈલરે ટક્કર મારતા ચારના મોત

ઘાયલોને ભુજ અને ગાંધીધામની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા

ગાંધીધામ- ગાંધીધામ-ભચાઉ હાઈવે પર નાની ચીરઈ નજીક શનિવારે બપોરે ટ્રેઈલરે આગળ જતા છકડા રીક્ષાને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે મહિલાઓ સહિત પાંચ મુસાફરો ઘાયલ થયા હતા.

નાની ચીરઈ પાસે શનિવારે બપોરે ૨.૨૫ વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો. છકડા નં. જીજે ૧૨ એક્સ ૮૬૫૧ ભચાઉથી મુસાફરો ભરી ગાંધીધામ તરફ આવી રહ્યો હતો. ત્યારે પાછળથી છકડાને ટ્રેઈલર નં.જીજે ૧૨ એઝેડ ૪૧૨૮એ ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે છકડો ડીવાઈડર સાથે આૃથડાઈ પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં હનીફ સુલેમાન છરેચા (ઉ.વ.૨૨,ખારીરોહર,ગાંધીધામ), રામસ્વરૃપ શ્રવણ ગુર્જર (ઉ.વ.૪૫,રાજસૃથાન) તથા સાકીર હુસેન ગફુર મોહદ (ઉ.વ.૪૬,રાજસૃથાન)નું સૃથળ પર જ મોત થયું હતું.

જ્યારે ઘાયલ ભચુ રાસણ કોલી (ઉ.વ.૩૫, દાદુપીર રોડ, ભુજ)નું સારવાર દરમીયાન મોત થયું હતું. તો છકડામાં સવાર અંજુબેન કોલી, રમીલાબેન કોલી, મોહીલાલભાઈ, કિરીટભાઈ તથા ચાલક હુસેન સુલેમાન છરેચાને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોમાંથી ચારને ભુજ જ્યારે એકને ગાંધીધામની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

અકસ્માતના પગલે સૃથળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકોમાં બે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ચાલક છે. જેઓ ગાંધીધામ તરફ આવી રહ્યા હતા.