Home » Gujarat » Bhavnagar » પોલો કપની રમતમાં સની લિયોની સહિત અનેક સ્ટાર્સ ગુજરાત આવશે

News timeline

Astrology
35 mins ago

આપનો આજનો દિવસ

Canada
40 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
40 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

પોલો કપની રમતમાં સની લિયોની સહિત અનેક સ્ટાર્સ ગુજરાત આવશે

ભાવનગર- પોલો કપનુ ભાવનગરના આંગણે પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યુ છે અને આ સ્પર્ધામાં નેશનલ-ઈન્ટરનેશનલ ખેલાડીઓ રમશે. આ ઉપરાંત સાતથી આઠ અભીનેતાઓ હાજરી આપશે. જેમાં સની લિયોની પણ હાજર રહેવાની છે. ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી તા. ૭ થી ૯ એપ્રિલ દરમિયાન ગુજરાત પોલો કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આ અંગે આજે શનિવારે ગુજરાત પોલો કપના આયોજક ચીરાગ પરીખે પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત અને કદાચ ભારતમાં પ્રથમવાર ગુજરાત પોલો કપનુ ભવ્ય આયોજન થઈ રહ્યુ છે. ત્રણ દિવસ રોજ સાંજના ૬ થી રાત્રીના ૧૦ કલાક દરમિયાન પોલો સ્પર્ધા 6 ટીમ વચ્ચે રમાશે. ત્રણ દિવસમાં આશરે ૧૦ મેચ થશે અને અંતીમ દિવસે સેમી ફાઈનલ-ફાઈનલ મેચ રમાડવામાં આવશે.

પોલો સ્પર્ધામાં સમીર સુહાગ, સયેદ બશહીર અલી, ધ્રૃવપાલ ગોદારા, સમશેર અલી ખાન, ગૌરવ સેહગલ, લેરોકસ હેન્ડરીકસ સહિતના નેશનલ-ઈન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત ભાવનગરના બ ખેલાડી મન્સુરઅલી પઠાણ અને જયવીરસિંહ ગોહિલ પણ ભાગ રમશે. પોલો સ્પર્ધામાં અભિનેત્રી સની લિયોની, અભીનેતા સેફઅલીખાન, હર્ષવર્ધન કપૂર, સુરજ પંચોલી, શેફાલી (ગાયક) સહિતના કલાકારો, રાજ્યોના રજવાડાના યુવરાજો, રાજકીય અગ્રણીઓ વગેરે હાજરી આપશે.

આ સ્પર્ધાથી ભાવનગર શહેરની વર્લ્ડમાં નોંધ લેવાશે અને ભાવનગરના વિકાસમાં ફાયદો થશે તેમ ચિરાગ પરીખે જણાવ્યુ હતું. દસ હજાર લોકો બેસી શકે તેવુ મેદાન બનાવવામાં આવશે અને ઈન્ટરનેશનલ જેવુ આયોજન કરવામાં આવી રહ્યુ મળેલ છે. હાલ પોલો સ્પર્ધા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.