Home » Gujarat » Ahmedabad » અમદાવાદ : CNG-PNG લાઈનમાં આગ ફાટી નીકળી

News timeline

Research
10 hours ago

એસ્ટ્રોનોર્મસે ૨૬ હજાર પ્રકાશવર્ષ દૂર આવેલા બ્લેક હોલની ઇમેજ લીધી

Ahmedabad
12 hours ago

નડિયાદમાં કમળાના વાવર સંદર્ભે પાંચ ટીમો દ્વારા સર્વે

Gujarat
14 hours ago

સૌરાષ્ટ્રમાં શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવની ઉજવણી

Bhuj
15 hours ago

રાપરમાં હાર્દિક પટેલની જાહેરસભાનું આયોજન

Breaking News
15 hours ago

અઝાનનો વિવાદ : સોનુ નિગમને સુરતના યુવકે ધમકી આપી

Bhuj
16 hours ago

કૃષિ મહોત્સવને ખુલ્લો મુકવા ૮મી મેના મુખ્યમંત્રી કચ્છમાં!

Gujarat
17 hours ago

રાજકોટમાં ગાંધીજી ભણ્યા ત્યાં મહાત્માનું અનુભૂતિ કેન્દ્ર બનશે

Gujarat
18 hours ago

રાજકોટમાં ત્રાસવાદની ગતિવિધિ, NIAએ કરેલી તપાસ

Ahmedabad
19 hours ago

ભાજપના નામે ધારાસભ્યો કોંગ્રેસનું નાક દબાવે છે- કામતે રાહુલને રિપોર્ટ સોંપ્યો

Delhi
22 hours ago

અજાણતા ખરાબ ઈરાદા વગર થયેલું ધર્મનું અપમાન કોઈ અપરાધ નથી’

Delhi
22 hours ago

લોકોએ દારૂ પીવો કે નહીં એ નક્કી કરનાર સુપ્રીમ કોર્ટ કોણ?

Chennai
23 hours ago

થર્મોકોલ શીટ મૂકી પાણી બચાવવાનો તામિલનાડુ સરકારનો પ્રયોગ નિષ્ફળ

અમદાવાદ : CNG-PNG લાઈનમાં આગ ફાટી નીકળી

ફાયર ટીમ અને પોલીસ વચ્ચે મામલ બિચક્યો

અમદાવાદ- શનિવાર રાત્રે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટના ચાલુ કામ દરમિયાન આગ ફાટી નીકળી હતી.

શનિવારે મોડીરાત્રે JCB દ્ગારા ખોદાણ સમયે અદાણી CNG અને PNG લાઈનમાં લીકેજ થતાં અચાનક જોરદાર ધડાકા સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં JCB મશીનનો ચાલક મશીન પરથી કૂદી જતાં બચી ગયો હતો. બાદમાં અમદાવાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી આવતાં આગને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવી હતી.

આગ બૂઝવવાની કામગીરી દરમિયાન DYSP કલ્પેશ ચાવડાએ ફાયરના એક જવાનને સ્થાનિક સમજી ધક્કો મારતાં મામલો બિચક્યો હતો. જેમાં ફાયરના કર્મીઓએ ઉપરી અધિકારીને જાણ કરતાં ફાયરના ચીફ અધિકારી રાજેશ ભટ્ટ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાંબી તકરાર બાદ DYSP કલ્પેશ ચાવડા અને ફાયરકર્મી વચ્ચે મેળ કરાવી મામલો થાળે પાડ્યો હતો. લગભગ 2 કલાક સુધી ચાલેલી લમણાઝીંક બાદ ફાયર વિભાગની ટીમ પરત ફરી હતી.