Home » Gujarat » બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની તૈયારી- ૧૦ લાખ ભક્તો ઉમટશે

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની તૈયારી- ૧૦ લાખ ભક્તો ઉમટશે

ચાણસ્મા- બહુચરાજી ખાતે આગામી તા. ૯ થી ૧૧ એપ્રિલના રોજ ચુંવાળ પંથકનો ચાનક મઢ્યો ચૈત્રી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાનાર છે. જેને લઈ હાલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અંદાજે ૧૦  લાખથી પણ વધુ ભક્તો પગપાળા કે વાહનો લઈને દર્શન માટે ઉમટી પડે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૯ થી ૧૧ એપ્રિલના રોજ ચૈત્રી પૂનમનો લોકમેળો ભરાશે. આ મેળાને સાંગોપાંગ પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી મેળાની બેઠકમાં યાત્રિકોની સુવિધા, મંદિરમાં દર્શન વ્યવસ્થા, મંડપ, પીવાના પાણી, કાયદો વ્યવસ્થા સહિતની સુવિધા બાબતે ચર્ચા-વિચારણા કરી કમિટીઓ બનાવવા નક્કી કરાયું હતું તેમજ મેળાના પ્લોટોની હરાજી કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

મેળા દરમિયાન બહારથી આવતા યાત્રિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવનાર છે. બીજી બાજુ ચૈત્રી પૂનમને તા. ૧૧ એપ્રિલના રોજ બહુચરાજી તાલુકામાં યોજાનાર ૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી રાખવામાં આવી છે.