Home » Gujarat » ૫૦ લાખ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરીશ, રાજકોટની યુવતીનું ‘કારસ્તાન’

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
1 hour ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
3 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
5 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
5 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
7 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

૫૦ લાખ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરીશ, રાજકોટની યુવતીનું ‘કારસ્તાન’

પાયલ સાથે અપહરણ, તોડકાંડમાં સંડોવાયેલી બે ત્યક્તા, સાગરીતોની ધરપકડ

રાજકોટ- નામચીન બની ગયેલી જેતપુરની વતની પાયલ બુટાણી અને તેની સાથેની ગેંગે મળીને રાજકોટમાં રહેતાં લોહાણા વેપારી યુવકને ફસાવી દશ લાખનો તોડ કરવાનું કારસ્તાન કર્યાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે પાયલ સાથે અપહરણ, તોડકાંડમાં સંડોવાયેલી બે ત્યક્તા, સાગરીતોની ધરપકડ કરી છે.

સાંગણવા ચોક નજીકના એક એપાર્ટમેન્ટમાં રહેતો અને ટ્રાવેલ્સ એજન્સી ધરાવતો લોહાણા યુવક રાત્રે ઘરેથી કાર લઈને લટાર લગાવવા કે સ્મોક માટે કાલાવાડ રોડ પર આવતો હતો. દોઢ માસ પહેલાં તા.૮/રના ધનાઢય યુવક પોતાની ઓડી કાર લઈને રાબેતા મુજબ રાત્રે રોજીંદા સ્થળે આવ્યો હતો. કાલાવાડ રોડ જડ્ડુઝ રેસ્ટોરા સામેના યુનિર્વિસટી તરફ જતાં રોડ પર યુવક કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ જ બે યુવતી અને એક યુવક ઉભા હતા. ત્રણેયે કાર અટકાવી હતી. યુવકે કાર થોભાવતાની સાથે જ એ શખસે યુવકને ફડાકો ઝીંકી દીધો હતો. એ શખસ યુવકની બાજુની સીટમાં અને પાછળની સીટ પર બંને યુવતી બેસી ગઈ હતી.

ધનાઢય વેપારી લોહાણા યુવકને દમદાટી આપીને કાર નાનામવા પાસે આવેલા કદમ હાઈટ્સ નામના એપાર્ટેમેન્ટમાં એક ફ્લેટમાં લઈ જવાયો હતો. ત્યાં પાયલ પહેલીથી જ હાજર હતી થોડીવાર બાદ આરોપી વિપુલ હરભમ ઓડેદરા રૃમમાં ધસી આવ્યો હતો અને તેણે તથા અન્ય શખસે મળી તે મારી પત્ની પર બળાત્કાર કર્યો છે. પોલીસ ફરિયાદ કરીશ તને છોડીશ નહીં, કહીં માર માર્યો હતો અને જો ફરિયાદ ન કરવી હોય તો ૫૦ લાખ આપવા પડેની માંગણી કરી હતી. મારકુટ અને ધાકધમકીનો દૌર ચાલુ હતો એટલી વારમાં ફ્લેટમાં એક મહિલા પણ ધસી આવી હતી. તેણીએ પણ જો ફરિયાદ કરવી હોય તો હું સાક્ષી બનીશ કહીંને સમગ્ર કારસ્તાનમાં રોલ ભજવ્યો હતો.

બે, ત્રણ કલાક સુધી ગોપાલ નામધારી વેપારી યુવકને ગોંધી રાખીને અંતે દશ લાખ તો આપવા જ પડશે જેમાં પાંચ લાખ આવતીકાલે અને પાંચ લાખ એક સપ્તાહ સુધીમાં આપી દેવાની ગોઠવણ સાથે યુવકને રાત્રીના બે વાગ્યાના અરસામાં મુક્ત કરી સાથે રહેલી બંને યુવતીઓને કાલાવાડ રોડ પર ડ્રોપ કરી દેજે કહીં યુવકને મુક્ત કર્યો હતો. તોડબાજ ટોળકીના સકંજામાંથી છુટેલા યુવકે ઘરે પહોંચીને પોતાની સાથે ઘટેલી સમગ્ર વિતક પત્નીને વર્ણવી હતી. ત્યારબાદ તોડબાજ ટોળકીના સાગરીતો દ્વારા અવારનવાર નાણાંની ઉઘરાણી માટેના ફોન આવતાં હતા અને ધાકધમકીઓ અપાતી હતી. અંતે યુવકે બે દિવસ પહેલાં પરિવારજનોને પણ પુરી વાત કહી હતી અને અંતે હિંમત દાખવી ગતરાત્રીના પોલીસ ફરિયાદ નોંધાવી હતી.