Home » Gujarat » રાજકોટમાં વિધિના બહાને રેપ કરનાર બાબા હજી ફરાર

News timeline

Ahmedabad
42 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
1 hour ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
1 hour ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
7 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

રાજકોટમાં વિધિના બહાને રેપ કરનાર બાબા હજી ફરાર

રાજકોટ- મહિલાએ પોતાના ઉપર એક તાંત્રીક દ્વારા રેપ કર્યો હોવાની સીડી જાતે જ બહાર પાડી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. જોકે પોલીસ જ્યોતિષને પકડે તે પહેલા જ ભુગર્ભમાં જતો રહ્યો હતો. પોલીસે આ કેસમાં વધુ એક કલમ 377 ઉમેરી છે.  રાજકોટની આ મહિલાએ બે વખત લગ્ન કરી છૂટાછેડા લીધા હતા. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મને રાજસ્થાન લઇ જઇ અડપલાં કર્યા તેનું રેકોર્ડિગ પણ મેં કરી લીધું છે.

2005માં પ્રથમ લગ્ન કર્યા હતા. જે લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ તેમાં મનમેળ ન આવતા બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેમાં પણ મનમેળ ન આવતા બીજી વખત છુટ્ટા છેડા લીધા હતા અને પુત્રને લઇ માતાના ઘરે રહેવા જતી રહી હતી. બે વખત માનસિક રીતે ભાંગી પડેલી મહિલા અંતે જ્યોતિષના શરણે પહોંચી હતી. આઠ વર્ષ પહેલાના પાડોશી એવા જ્યોતિષનું કામ કરતાં અનંતપ્રસાદના સંપર્કમાં મોટી ઉંમરના હોવાથી મહિલાએ તેને મન ખોલી બધી વાત કરી હતી.

વિધિ કરવી પડશે તેમ કહી મહિલાને જ્યોતિષ રાજસ્થાન લઇ ગયા હતા અને મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્યાં ધર્મશાળામાં બે રૂમ રાખ્યાં હતા અકમાં જ્યોતિષ અને એકમાં હું હતી. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ. વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ, અંતે મારે તાબે થવુ પડ્યું હતું.

શહેરના જ્યોતિષે વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના 6 દિવસ બાદ પણ આરોપી જ્યોતિષ ફરાર છે. શનિવારે પોલીસ દ્વારા પીડિતાનું મેજીસ્ટ્રેટ સમક્ષ બંધ બારણે 164 મુંજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. કેસમાં ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા જ્યોતિષ અનંતપ્રસાદ ભટ્ટને પકડવા પોલીસે તેના ગોંડલ સ્થિત મકાનમાં પણ છાપો માર્યો હતો.