Home » Gujarat » કોહિનૂર કરતા પણ વધુ કિંમતી ગણેશજીની મૂર્તિ સુરતમાં

News timeline

Ahmedabad
8 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
58 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

કોહિનૂર કરતા પણ વધુ કિંમતી ગણેશજીની મૂર્તિ સુરતમાં

સુરત- સુરત હીરાનગરી તરીકે ઓળખાય છે. અહી 600 કરોડના  ગણપતિ સુરતના જાણીતા હીરા વેપારી કનુભાઈ અસોદરિયા પાસે છે. કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. હીરા વેપારી કનુભાઈ અસોદરિયા પોતાના ઘરે જ આ ગણપતિ રાખે છે.

તે રફ ડાયમંડ છે. આ મૂર્તિની વિશેષતા વિશે કનુભાઈ જણાવે છે કે, અમે છેલ્લા 30 વર્ષથી વિદેશથી રફ ડાયમંડ આયાત કરે છે. મારા પિતાએ 12 વર્ષથી બેલ્જિયમથી રફ ડાયમંડ મંગાવ્યા હતા. ત્યારે અમે પણ આ હીરાનો આકાર જોઈ અમે ચકિત થઈ ગયા હતા. તે ગણેશજીની પ્રતિમા જેવો હતો. તેથી અમે તેને વેચ્યો નહિ, અને અમારા ઘરના મંદિરમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો. આ હીરાને અમે સર્ટિફાઈડ કરાયો છે.

કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. અમે રોજ તેની પૂજા કરીએ છીએ. આ ગણેશજીની પૂજા કનુભાઈ અને તેમનો પરિવાર રોજ કરે છે. ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી 600 કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું.