Home » Breaking News » બાંગ્લાદેશી તરૃણીને દેહવ્યાપારમાં ધકેલી દુષ્કર્મ અંગે ત્રણની ધરપકડ

News timeline

Bollywood
57 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
1 hour ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
1 hour ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

બાંગ્લાદેશી તરૃણીને દેહવ્યાપારમાં ધકેલી દુષ્કર્મ અંગે ત્રણની ધરપકડ

– માસા-માસીએ ત્રણ હજારમાં વચેટિયાને વેંચી નાંખી હતી

જૂનાગઢ- માંગરોળમાં મળેલી બાંગ્લાદેશી તરૃણીને દેહવ્યાપારમાં ધકેલી અલગ-અલગ શખ્સો પાસે દુષ્કર્મ કરાવવા બદલ પોલીસે ત્રણની ધરપકડ કરી છે અને દુષ્કર્મ ગુજારનાર માંગરોળના છ અને અન્ય છ શખ્સોને ડિટેઈન કરી પૂછતાછ હાથ ધરી છે.

માંગરોળના બસ સ્ટેન્ડમાંથી ગત તા. ૧૬ના મળી આવેલી બાંગ્લાદેશી તરૃણીને દેહવ્યાપારમાં ધકેલી કમાણી કરવા તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું હતું. પોલીસે તેણીના નિવેદનના આધારે બાંગ્લાદેશના ચંદનપુરના તેના માસા ઈસ્માઈલ ભાઈ, માસી, કલકતાના હાવડા સ્ટેશનની બાજુમાં રહેતો ટીકો, મુંબઈનો રોની નામનો શખ્સ, અમદાવાદનો રાજુ ઉર્ફે શ્રીકાંત, માંગરોળની વર્ષા સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.

પોલીસની પૂછપરછમાં તેણીના માસા-માસીએ બાંગ્લાદેશ બોર્ડરથી વચેટિયા મારફત ભારતમાં દેહવ્યાપાર કરાવવા ત્રણ હજારમાં વેંચી દીધી હતી અને ત્યાંથી તેણીને કોલકતાના દલાલ મારફત લાવી બે દિવસ સુધી કોલકતા હાવરા રાખી હતી અને ત્યાંથી અજાણ્યા છોકરા મારફત ગીતાંજલી એક્સપ્રેસમાં મુંબઈ રવાના કરાઈ હતી. ત્યાં સૌપ્રથમ તેને મુંબઈના દલાલ સાથે ઓળખાણ કરાવી સોંપવામાં આવી હતી. જ્યાં દલાલે ઉમર નાની હોવાથી કલકતાના દલાલને જાણ કરી અમદાવાદ ખાતેથી આ નેટવર્ક સંભાળતા દલાલને સોંપી હતી. જ્યાં દલાલે અલગ અલગ સાત જેટલા ગ્રાહકો દ્વારા તરૃણીનું જાતિય શોષણ કરાવ્યું હતું.

ગત તા. ૧૫-૩-૨૦૧૭ના અમદાવાદનો દલાલ તરૃણીને મધુરમ ટ્રાવેલ્સમાં અમદાવાદથી માંગરોળ લાવ્યો હતો અને વર્ષા નામની મહિલા દલાલને સોંપી જતો રહ્યો હતો. બાદમાં દલાલ વર્ષાએ રાત્રીના ગ્રાહકનો સંપર્ક કરી શીલ-શીલબારા રોડ પર એક વાડીએ દેહવ્યાપાર કરાવ્યો હતો. જ્યાં પાંચ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ પ્રકરણમાં માંગરોળની મહિલા દલાલ વર્ષા, અમદાવાદના દલાલ તથા તરૃણીને આશરો આપનાર જીવણ મોઢાની ધરપકડ કરી છે.