Home » Gujarat » રાજકોટ PSI આત્મહત્યા કેસમાં કથિત પ્રેમિકા સામે FIR

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

રાજકોટ PSI આત્મહત્યા કેસમાં કથિત પ્રેમિકા સામે FIR

રાજકોટ- પીએસઆઈ આત્હત્યા કેસમાં નવો ફંણગો ફૂટ્યો છે. પંદર દિવસ પછી તેમના પિતાએ મારૂની કથીત પ્રેમિકા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે.

મેહુલ મારૂના પિતાએ નેહા પારેખ સહિત ચાર લોકો સામે ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, પીએસઆઈ મારૂને કથિત પ્રેમિકાએ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. આ ઉપરાંત મેહુલ મારૂને ફસાવવા કાવતરું રચીને ઉપલેટા પણ બોલાવવામાં આવ્યો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપલેટાના નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટના એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ ગઇ છે. આરોપી નેહા અને મારૂને બે વર્ષથી પ્રેમ સંબંધ હતા. પીએસઆઇ પ્રેમિકાના ઘરે જઇ હંગામો કર્યો હતો અને હાથની નસ કાપી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ તે વિવાદોમાં પણ આવ્યાં હતા. હાલ પોલીસે 306, 114 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે.

વિવાદીત PSI મેહૂલ મારૂએ રાજકોટમાં 30 માર્ચની મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. તેમણે રાત્રે જ ગળે ફાંસો લગાવીને જિંદગીને ટૂંકાવી દીધી હતી. આપઘાતનો પ્રયાસ કરતાં પુત્રને જોઈને પિતા દોડી ગયા હતા. પરંતુ તે ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા અને રૂમને અંદરથી બંધ કરી આપઘાત કરી લીધો હતો. પુત્ર રૂમમાં આપઘાત કરી રહ્યો છે એવી પિતાની બૂમાબૂમ સાંભળી પોલીસ લાઈનના પોલીસકર્મીઓ અને તેમના મિત્રો દોડી ગયા હતા.