Home » Gujarat » કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થવાની શકયતા

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થવાની શકયતા

સૌરાષ્ટ્રની કેસર કેરીનું કેનેડા, મલેશિયાને ઘેલું, એક્સપોર્ટર્સની ધૂમ ઈન્કવાયરી

જામનગર-અત્યાર સુધી સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થવાની શકયતા છે. આ માટે મુંબઈના મરચન્ટ એક્ષપોર્ટરોને અત્યારથી જ ધૂમ ઈન્કવાયરી થઈ રહી છે. જો કે હજુ કેસરનો પાક બજારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી પણ પાક સારો હોવાનો અંદાજ રાખી વિદેશના આયાતકારો દ્વારા ઈન્કવાયરી શરૃ કરી દેવામાં આવી છે.

મીનીસ્ટ્રી ઓફ કોમર્સની કચેરીમાંથી જાણવા મળેલ વિગતો મુજબ , ગત વર્ષ ૧૫/૧૬માં દેશમાંથી કુલ ૩૫ હજાર ટનની નિકાસ થઈ હતી પણ આ વર્ષે પાક સારો હોવાનો અંદાજ રાખી ૪૫ હજાર ટન કેરીની નિકાસ થવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. જે ગત વર્ષ કરતા ૧૦ થી ૧૫ ટકાનો વધારો દર્શાવે છે.કેસર અને હાફુસની કેરીની મોટાભાગની નિકાસ ગલ્ફ ઉપરાંત સાઉદી એરેબિયા,યુ.કે,યુ.એસ,ન્યુઝીલેન્ડ,સાઉથ/નોર્થ કોરિયા,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી પણ હવે કેસર તથા હાફુસ માટે વેપારની નવી તકો ખુલ્લી છે અને અત્યાર સુધી કેનેડા અને મલેશિયામાં નિકાસ થતી ન હતી પણ આ વર્ષથી ઉપરોકત બંને દેશોમાં નિકાસ થશે અને આ માટે બંને દેશના આયાતકારો દ્વારા મુંબઈના મરચન્ટ એક્ષપોર્ટરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

હાફુસના અમુક શીપમેન્ટ મુંબઈ એરકાર્ગોમાંથી રવાના પણ કરી દેવામાં આવ્યા છે જયારે કેસર કેરીનો પાક હજું બજારમાં જોઈએ તેટલા પ્રમાણમાં આવ્યો નથી તેથી કેસરની નિકાસ શરૃ થઈ નથી. હાલ મરચન્ટ એક્ષપોર્ટરોને આયાતકારો દ્વારા સારા ભાવ પણ આપવામાં આવી રહ્યા છે.તેથી નિકાસકારોને પુરતા પ્રમાણમાં નફો મળી રહેશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.