Home » Gujarat » સુરતમાં વડાપ્રધાન મોદીનો ૧૨ કિ.મી.નો લોન્ગેસ્ટ રોડ-શો

News timeline

Astrology
26 mins ago

આપનો આજનો દિવસ

Canada
31 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
32 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

સુરતમાં વડાપ્રધાન મોદીનો ૧૨ કિ.મી.નો લોન્ગેસ્ટ રોડ-શો

આકર્ષક રોશની, લેસર શો ઉપરાંત સાડીઓથી પણ શણગાર કરાયો

પ્રધાનમંત્રીના સ્વાગત માટે હજારો સુરતીઓ ઉમટી પડયા

સુરત- રવિવારે સુરત પધારેલા નરેન્દ્ર મોદીનું અભૂતપુર્વ સ્વાગત કરાયું હતું. ૧૨ કિલોમીટર સુધીના હજારોની સંખ્યામાં સુરતીઓ ઉમટી પડયા હતા. ભારત માતાકી જય અને વંદે માતરમના નારા ગુંજતા રહયા હતા. સુરત એરપોર્ટથી નરેન્દ્ર મોદીનો ખૂલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.

વડાપ્રધાનનો અત્યારસુધીનો આ સૌથી લાંબો રોડ શો કહેવાય છે. ખૂલ્લી જીપમાંથી વડાપ્રધાને સતત વારાફરતી બંને હાથ ઉંચા કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે પચ્ચીસ હજારથી વધુ બાઇકસવારો જોડાયા હતા. સુરત એરપોર્ટ પર ફ્લાઇટ મારફત આવી પહોંચેલા વડાપ્રધાનનું અભૂતપુર્વ સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ખૂલ્લી જીપમાં તેનો રોડ-શો યોજાયો હતો. ઓએનજીસી ચાર રસ્તાથી ગૌરવ પથ થઇને સરકીટ હાઉસ સુધીના આ રોડ-શોમાં વડાપ્રધાનને આવકારવા હજારો સુરતીઓ ઉમટી પડયા હતા.

આકર્ષક રોશનીના શણગાર, લેસર શો ઉપરાંત રોડની બંને તરફ સાડીઓથી પણ શણગાર કરાયો હતો. વિવિધ પ્રાંતના નાગરિકો દ્વારા ખાસ બનાવેલા પોઇન્ટ ઉપર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની જીપ સાથે ૨૦ હજાર જેટલા બાઇકસવારો પણ હતા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને અન્ય નેતાઓ બીજી ખૂલ્લી જીપમાં હતા. નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી લઇને સરકીટ હાઉસ સુધી વારાફરતી બંને હાથ ઉંચા કરીને સતત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

વડાપ્રધાનનો આ સૌથી લાંબો રોડ-શો મનાય છે. છતાં તેઓ જબરદસ્ત સ્ફુર્તીથી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડયા હતા. મોદીએ પણ એકાદ બે સ્થળે જીપ થોભાવીને લોકો પાસેથી ફુલોના હાર સ્વીકાર્યા હતા. રવિવારની સાંજે થયેલું સ્વાગત અભૂતપુર્વ બની રહયું હતું.