Home » Gujarat » Gandhinagar » ૧૧ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર:અમદાવાદમાં ૪૨.૭

News timeline

Headline News
13 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
15 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
16 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
17 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
18 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
19 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

૧૧ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર:અમદાવાદમાં ૪૨.૭

૪૪.૪ ડિગ્રી સાથે વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ ગરમી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ૪૨ ડિગ્રીની આસપાસ ગરમી રહેશે

ગાંધીનગર- અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળો હવે તેનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. આજે રાજ્યના ૧૧ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. વલ્લભ વિદ્યાનગર ૪૪.૪ ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બની રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૪૨.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

અમદાવાદ માટે રાહતની વાત એ હતી કે છેલ્લા ચાર દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રીની આસપાસ સરેરાશ મહતમ તાપમાન રહેશે. રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે અને તે ૨૪ ડિગ્રીની આસપાસ રહે છે. આમ, રાત્રે પણ ગરમીમાંથી રાહત મળી રહી નથી.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આગામી બે દિવસ માટે હિટવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ગુરુવાર સુધી ૪૩ ડિગ્રીએ ગરમીનો પારો રહી શકે છે. એપ્રિલના અંતિમ સપ્તાહ દરમિયાન ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેમ આગાહી કરવામાં આવી છે.

 

રાજ્યમાં ક્યાં વધારે ગરમી?

શહેર    ગરમી

વલ્લભવિદ્યાનગર    ૪૪.૪

અમરેલી    ૪૩.૦

ઈડર    ૪૩.૦

અમદાવાદ    ૪૨.૭

ગાંધીનગર    ૪૨.૫

રાજકોટ    ૪૨.૩

સુરેન્દ્રનગર    ૪૨.૩

ડીસા    ૪૧.૭

વડોદરા    ૪૧.૬

ભાવનગર    ૪૧.૫

સુરત    ૪૧.૦

ભૂજ    ૪૦.૭