Home » Breaking News » રૃપિયા ડબલ કરવાની લાલચમાં ૭૦ જણાના ૪૦.૮૫ લાખ ફસાયા

News timeline

Football
1 hour ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
4 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
7 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
7 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
7 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
7 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

Top News
7 hours ago

અમેરિકા કોઇપણ પૂર્વ શરત વગર ઉત્તર કોરિયા સાથે મંત્રણા કરવા તૈયાર

રૃપિયા ડબલ કરવાની લાલચમાં ૭૦ જણાના ૪૦.૮૫ લાખ ફસાયા

પોલીસે ચીટફંડ કંપનીના પાંચ પૈકી ચાર સંચાલકની ધરપકડ કરી

બીલીમોરા-બીલીમોરામાં કંપની દ્વારા રૃપિયા ડબલ કરવાની લાલચ આપી ૭૦ રોકાણકારોના રૃપિયા લઇ પાકતી મુદ્તે પરત નહીં આપતાં રોકાણકારો વતી એજન્ટે બીલીમોરા પોલીસમાં ૫ સંચાલકો સામે ૫૫.૩૯ લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી ચારની ધરપકડ કરી છે.

કલમઠા ગામે ઘનાફળિયામાં રહેતા આશિષ ઇશ્વરભાઇ પટેલ (ઉ.વ. ૩૭) બીલીમોરા ગૌહરબાગમાં ધુ્રવિમોલમાં લાઇફટાઇમ ગુ્રપની ઓફિસમાં ઇન્શ્યોરન્સ કંપની માટે ગ્રાહકો લાવવાનું કામ કરતો હતો. જેમાં તેને તગડું કમિશન મળતું હતું. વર્ષ-૨૦૧૦માં ઇરડા દ્વારા ઇન્શ્યોરન્સ કંપનીઓ પર સખત નિયમો લાદવામાં આવતાં વીમા કંપની દ્વારા કમિશન ઓછું કરી દેવાતા લાઇફટાઇમ ગુ્રપને તેમાં કોઇ રસ રહ્યો નહતો.

આથી તેમણે પોતાની કંપની ખોલી હતી અને એજન્ટો દ્વારા ચીટફંડ કંપનીમાં વિવિધ સ્કીમો રજૂ કરી ગ્રાહકોને વર્ષ- ૨૦૧૧ થી ૨૦૧૪ વચ્ચે તેમના રૃપિયા ડબલ આપવાની લાલચ બતાવી રૃ।. ૪૦.૮૫ લાખની રકમને ફિક્સ ડિપોઝીટ તરીકે મેળવી હતી. તેમને પાકતી મુદતનાં ચેકો એડવાન્સમાં આપીને વિશ્વાસ સંપાદન કર્યો હતો. દરમિયાન રૃપિયા ડબલ થવાનો સમય નજીક આવતાં નવેમ્બર-૨૦૧૪માં આ ચીટફંડ કંપનીનાં પાંચ ડાયરેકટરો કંપનીની ઓફિસને બંદ કરીને ભાગી ગયા હતા. આથી રોકાણકારોએ માથે હાથ મુકી રડવાનો વખત આવ્યો હતો. આ કેસનાં ફરિયાદી અને એજન્ટ આશિષ પટેલનાં  ૧૫.૨૦ લાખ ફસાયા છે.

આથી તેમણે ગઇકાલે મોડી સાંજે બીલીમોરા પોલીસમાં ધર્મેશ કલ્યાણભાઇ પટેલ (રહે. મોટાફળિયા, વંકાલ, તા. ચીખલી), સંદીપ મનુભાઇ પટેલ (રહે. માળીફળિયા, ધકવાડા, તા. ગણદેવી), પ્રકાશ રમેશભાઇ પટેલ (રહે. મલીયાધરા, તા. ચીખલી), નરેશ ભીખુભાઇ પટેલ (રહે. જલાશિવ સોસા. સોમનાથ મંદિર પાસે, બીલીમોરા) અને ્પ્રજ્ઞોશ હરીલાલ પટેલ (રહે. વેલવાચા, તા. ધરમપુર, વલસાડ) સામે રૃ।. ૫૫.૩૯ લાખની રકમ પાકતી મુદ્તે પરત નહીં આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવાની ફરિયાદ આપતાં પોલીસે પાંચેય આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ  હાથ ધરી હતી.