Home » Gujarat » બે સિંહબાળની તસ્કરી, વિદેશ મોકલવાનું ષડયંત્ર

News timeline

India
1 day ago

હિમાચલ પ્રદેશમાં શિમલા પાસે બસ ખીણમાં ખાબકતા 28ના મૃત્યુ

India
1 day ago

જમ્મુ-કાશ્મીરઃ ડોડામાં વાદળ ફાટતા 6ના મૃત્યુઃ 11 ઇજાગ્રસ્ત

Delhi
1 day ago

આજે ભારતને મળશે 14માં રાષ્ટ્રપતિ

Delhi
2 days ago

ખેડુતની આત્મહત્યા પર સંસદમાં હોબાળો: PM જવાબ આપે તેવી વિપક્ષની માંગ

Breaking News
2 days ago

નર્મદા ડેમનાં લોકાર્પણ બાદ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેશે

Delhi
2 days ago

દેશનો સૌથી મોટો દુશ્મન ચીન, પાકિસ્તાન ભારતનું કશું બગાડી શકે તેમ નથી

World
2 days ago

બ્રિટનની પ્રથમ શીખ મહિલા સાંસદ હોમ અફેર્સ સમિતિમાં ચૂંટાઇ આવ્યા

Gujarat
2 days ago

૩૦૧ને બદલે ૨૦૧નો દરવાજો ખટખટાવ્યો ને યુવકને ચોર સમજી ફટકાર્યો

Ahmedabad
2 days ago

પેટલાદમાં તોફાની વાનરનો આતંક : બેથી વધુ લોકોને કરડયો

Breaking News
2 days ago

રાજકોટ અને જામનગરમાં સ્વાઇન ફ્લુથી બેનાં મોત

Gandhinagar
2 days ago

શંકરસિંહ ૨૧મીએ જન્મદિને ધડાકો કરશે, કોંગ્રેસના નેતાઓ મનામણાં માટે દોડયાં

Gujarat
2 days ago

સુરતમાં વેપારીઓ પાણીમાં બેસી ગયા

બે સિંહબાળની તસ્કરી, વિદેશ મોકલવાનું ષડયંત્ર

જૂનાગઢ, સોમનાથ, અમરેલી જિલ્લામાંથી નિકળતી તમામ ટ્રેનોમાં તપાસ

રાજકોટ-  ગીર જંગલમાં હવે આજે બે સિંહબાળની ચોરી કરીને દરિયાઈ કે હવાઈ માર્ગે વિદેશ મોકલી દેવાનાં ષડયંત્રની ગાંધીનગરમાં ફોરેસ્ટ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા બપોર બાદ એલર્ટ જાહેર કરીને સઘન રેસ્કયુ સર્ચ ઓપરેશન આરંભ્યું હતું.

ગાંધીનગર ખાતે વન વિભાગની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, ‘ગીર જંગલનાં સાસણ વિસ્તારમાંથી સિંહનાં બે બચ્ચાની ચોરી થઈ છે. સોમનાથ વિસ્તારનાં એક શખ્સને બે સિંહબાળની ચોરી કરીને દીવ સુધી પહોંચાડવાનું કામ રૃા આઠ લાખમાં સોંપવામાં આવ્યું છે. જેથી તેણે સાસણ ગીર પાસેથી બે સિંહબાળને ઉઠાવીને સફેદ રંગની કારમાં નિકળ્યો છે.’

આ બાતમીનાં પગલે ગાંધીનગરથી જૂનાગઢ વન વિભાગને એલર્ટ કરી દેવાયો હતો. તાબડતોબ ગીર જંગલમાંથી પસાર થતાં તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર વિન વિભાગ તથા પોલીસ તંત્રને પણ એલર્ટ કરાતા સઘન ચેકીંગ, કોમ્બીંગ અને પેટ્રોલીંગ ચાલુ કરી દેવાયા હતાં. શકમંદ શખ્સનો સ્કેચ પણ બનાવીને તમામ વિભાગોને પહોંચાડી દેવાયો હતો. એટલું જ નહીં, બન્ને સિંહબાળને દીવ લઈ જવાનાં હોવાની પણ વાત મળતા એ દિશામાં પણ ફોરેસ્ટ ટીમોને રવાના કરાઈ હતી.

તાલાલાનાં આર.એફ.ઓ. શ્રી કનેરીયાએ જણાવ્યું કે, ગાંધીનગર વન વિભાગની સુચનાથી આજે બપોર બાદ તાલાલા ગીરથી જામવાળા ગીર ઉપરાંત માધુપુર ગીર ચોકડી અને સાસણ ગીર રોડ ઉપર વાહનોનાં ચેકીંગ તથા શંકાસ્દ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને કોમ્બીંગ ચાલુ કરાયા છે.

ચોમાસા દરમિયાન જન્મેલા સિંહબાળનાં લોકેશન મેળવવાનું પણ શરૃ કરાયું છે. બે સિંહબાળની તસ્કરીની ઘટનાને ગંભીરતાથી લઈને આજે જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાંથી પસાર થતી તમામ ટ્રેનોમાં પણ વન વિભાગની ટીમોએ આર.પી.એફ.ની મદદથી તપાસ આરંભી હતી. રાજકોટમાં આજે સાંજે ત્રણ ટ્રેનોને અટકાવીને ચેકીંગ કરાયું હતું.