Home » Gujarat » Ahmedabad » અમેરિકામાં વોન્ટેડના ટોપ-10 લિસ્ટમાં ગુજરાતી,

News timeline

Football
1 hour ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
7 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
7 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
7 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

Top News
8 hours ago

અમેરિકા કોઇપણ પૂર્વ શરત વગર ઉત્તર કોરિયા સાથે મંત્રણા કરવા તૈયાર

અમેરિકામાં વોન્ટેડના ટોપ-10 લિસ્ટમાં ગુજરાતી,

પત્નીની હત્યા કરનાર વોન્ટેડ જાહેર, એફબીઆઈએ એક લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું

અમદાવાદ- અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈએ ગત અઠવાડિયે તેની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગુજરાતી ગુનેગારનો સમાવેશ કરતાં હવે ગુનેગારોના બ્લેક લિસ્ટમાં ગુજરાતીનું નામ પણ ચમક્યું છે. પોતાની જ પત્નીની હત્યા કરનાર આ ગુજરાતની વોન્ટેડ જાહેર કરી તેની માહિતી આપનારને એફબીઆઈએ એક લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

એપ્રિલ ૨૦૧૫માં ભદ્રેશ ચેતન પટેલે તેની પત્ની પલક પટેલનું માથામાં બોથડ પદાર્થ મારીને મોત નીપજાવ્યું હતું. ભદ્રેશ અને તેની પત્ની પલક બંને ઉત્તર અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટના હેનોવર સિટીમાં આવેલા ડંકિન ડોનટના આઉટ લેટમાં સાથે જ જોબ કરતાં હતાં. કોઈ બાબતમાં બંને વચ્ચે ઝઘડો થતાં ભદ્રેશે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ ભદ્રેશ છેલ્લાં બે વર્ષથી ભાગતો ફરે છે.

મેરિલેન્ડ પોલીસે આ આ કેસમાં પલકના પતિ ભદ્રેશ વિરુદ્ધ ચાર્જફ્રેમ કર્યા છે અને તેની શોધખોળ હાથ ધરી છે. જોકે ભદ્રેશ મેરિલેન્ડ પોલીસના હાથમાં ન આવતાં, આ કેસની તપાસ અમેરિકાની સર્વોચ્ચ ક્રાઈમ ડિટેક્ટિવ એજન્સી એફબીઆઈને સોંપવામાં આવી છે. એફબીઆઈએ ગત અઠવાડિયે જ ભદ્રેશ ચેતન પટેલના દેશના ટોપ ટેન મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં ભદ્રેશ પટેલનો સમાવેશ કર્યો છે અને ભદ્રેશની માહિતી આપનારને એક લાખ ડોલર ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. ભાગેડુ ભદ્રેશ પટેલ અંગે એફબીઆઈએ દેશની સીબીઆઈની ઈન્ટરપોલ વિંગ અને મુંબઈ તેમ જ દિલ્હી પોલીસને પણ જાણકારી આપી છે. ભદ્રેશ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાના વીરમગામનો હોઈ ગત અઠવાડિયે એફબીઆઈની એક ટીમ અમદાવાદ જિલ્લામાં પણ ભદ્રેશની તપાસ માટે આવી હતી.