Home » Gujarat » Bhuj » ભૂકંપમાં વિખુટો પડેલો પુત્ર 17 વર્ષ પછી સાધુ બનીને ઘરે આવ્યો

News timeline

Ahmedabad
5 mins ago

ગુજરાત – બીજા ચરણમાં ૯૩ બેઠકો માટે ૮૫૧ ઉમેદવારો

Cricket
41 mins ago

બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની વિન્ડીઝ પર ૨૪૦ રને જીત

Breaking News
1 hour ago

અતુલ હાઇવે પર ચોર્યાસી ગામની ઇનોવા ડિવાઇડરમાં ભટકાતા પિતા-પુત્રના મોત

Gujarat
1 hour ago

રાજકોટ કરૃર વૈશ્ય બેન્ક સાથે ૧૩ કરોડની છેતરપિંડી

Gujarat
2 hours ago

સુરેન્દ્રનગરઃ પ્રેમી પંખીડાએ દુપટ્ટાથી બાંધીને ડેમમાં લગાવી મોતની છલાંગ

Bollywood
3 hours ago

ડેઈઝીને કેટરીના અને દિપીકા સાથેની તુલના પસંદ નથી

Gandhinagar
4 hours ago

અમે મળીને ૧+૧=૨ નહીં પણ ૧૧ બનાવીશું : મોદી

Cricket
5 hours ago

ભારત ૨૦૧૯-૨૦૨૩ વચ્ચે ઘરમાં ૮૧ મેચ રમશે

Bangalore
5 hours ago

રામ સેતુ વિશે અમેરિકન ચેનલની શોધ ભાજપાનાં પક્ષમાં પુષ્ટિ કરે છે: રવિ શંકર પ્રસાદ

Delhi
5 hours ago

એકતરફી છે ગુજરાતની ચૂંટણી, પરિણામો આવશે ત્યારે ભાજપ ચોંકી ઉઠશે- રાહુલ

Chennai
5 hours ago

તમિલનાડુના ઓનર કિલિંગના કેસમાં યુવતીના પિતા સહિત છને ફાંસી

Delhi
5 hours ago

એનડીએના સંયોજક તરીકે અમિત શાહની વરણી થવાની શક્યતા

ભૂકંપમાં વિખુટો પડેલો પુત્ર 17 વર્ષ પછી સાધુ બનીને ઘરે આવ્યો

પિતાએ પુત્રને વિધિ-વિધાનપૂર્વક દીક્ષા અપાવાનો પણ નિર્ણય લીધો

ભુજ- 2001માં કચ્છના ભૂકંપપમાં ભુજમાં કાટમાળમાં દબાયા બાદ લાપતા થયેલો અરૂણ નામનો યુવક 17 વર્ષ પછી એક સાધુ બની પરત ફર્યો હતો. પોતાના દીકરા સાથે 17 વર્ષ પછી મિલન થતા તેના પિતાની આંખમાં હર્ષના આંસુ આવ્યા હતા.

ગુજરાતમાં આવેલા ભૂકંપમાં ભુજના મંગલમ એપાર્ટમેન્ટમાં રાજપૂત પરિવારના માતા અને એક પુત્રનાં મોત થતાં તેની લાશ મળી આવી હતી. જોકે, એક પુત્ર આ ઘટનામાં લાપતા થઈ ગયો હતો. પિતા ભાણજીભાઈ સોલંકીનો અરૂણ નામના પુત્રનો ભૂકંપમાં કોઈ જ ભાળ ન્હોતી મળી. જોકે, પિતાએ પોતાના મનમાં હિંમત રાખીને પુત્રની શોધ ચાલુ રાખી હતી. અરૂણની ખુબ જ શોધખોળ કર્યા બાદ ભાણજીભાઈ સોલંકીએ પુત્રના સત્યને સ્વીકારી દીધું હતું.

કહેવાય છે કે સારો કે ખોટો સમય હંમેશા માટે રહેતો નથી આવી જ રીતે ભાણજીભાઈ સોલંકીના જીવનમાંથી ખરાબ સમય પસાર થઈને સારો સમય આવી ગયો હતો.એક સપ્તાહ પહેલાં હરિયાણાથી કચ્છમાં આવેલા સાધુઓની મંડળીમાં અરૂણ હોવાની વાત પરિજનોને પહોંચી હતી.

આ સાધુ સંતોના નખત્રણા તાલુકાના વિથોણ ગામમાં રોકાણ દરમિયાન તેમના પિતા અને પરિજનો તેને મળવા પહોંચ્યા તો અરૂણમાંથી સ્વામી અરૂણાનંદ બનેલા આ 32 વર્ષીય યુવકે તમામને નામજોગ ઓળખી બતાવ્યા એટલું જ નહીં પણ ભૂતકાળના સંસ્મરણો તાજાં પણ કર્યાં હતાં. આમ ભાણજીભાઈ સોલંકીને 17 વર્ષ પછી પોતાના પુત્ર સાથે મિલન થાય છે. પિતાએ પોતાના પુત્રને વિધિ-વિધાનપૂર્વક દીક્ષા અપાવાનો પણ નિર્ણય લીધો છે.