Home » Gujarat » પ્રેમી પંખીડાએ ગોળ્યું વખ, કૂતરાંઓએ ફાડી મૃતદેહો ખાધા

News timeline

Columns
4 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
8 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
11 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
14 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
16 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
26 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

પ્રેમી પંખીડાએ ગોળ્યું વખ, કૂતરાંઓએ ફાડી મૃતદેહો ખાધા

વડોદરાઃ પાદરા તાલુકાના ચાણસદ ગામે એક અપરણિત યુવક અને પરીણિત યુવતીએ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હતી. ચાણસદે ગામના આ પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ બંનેના મૃતદેહ પાસેથી સ્યૂસાઇડ નોટ મળી હતી જેમાં બંનેના પ્રેમસંબંધ હોવાની કબુલાત કરવામાં આવી હતી.

પાદરા તાલુકાના ચાણસદ ગામે ગામની હાઇસ્કૂલની પાછળની ગૌ-શાળાની ખુલ્લી જગ્યામાં બે લાશો હતી. જેને કુતરા ફાડી ખાતા હોવાની જાણ ગામના વ્યક્તિઓએ જાણ ગ્રામ પંચાયતના સદસ્યને કરી હતી. જેથી તેઓએ પાદરા પોલીસને જાણ કરી હતી. જેથી પેલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા યુવક યુવતીને લાશોને કુતરાં ફાડી ખાતા હતાં. તપાસ કરતા મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવી સાથે એક ડાયરીમાં સ્યૂસાઈટ નોટ પણ લખી હતી.

સ્યુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, 3 મહિના પછી મને ખબર પડી કે તે મને દગો કરે છે. મારી સાથે પ્યારનું નાટક કરે છે. આ મામલે પાદરા પોલીસે વધુ તપાસ હાથધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, આ સ્યૂસાઇડ નોટમાં બંનેને પ્રેમ સંબંધ હોવાનો એકરાર કરવામાં આવ્યો હતો. આ ડાયરીમાં બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મરનાર યુવક નામ ભાઈલાલ પરમાર (ઉં.વ.31) જે ચાણસદ ગામે વણકરવાસમાં રહેતો હતો. કપિલાબેન રાઠોડ ઉં.વ.31 જે મૂળ ચાણસદની અને વાછરા તાલુકાના રોઝાટંકારીયા ગામે તેના લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. સાથે પરિણીત કપિલા ઉર્ફે ચકુ મરનાર ભાઈલાલ પરમારના ભાઈ કિશોરભાઈની સાળી હોવાનું બહાર આવ્યું હતું. ગત 12મીએ રોઝા ટંકારીયાથી તે ગુમ થઈ હતી. ગત રાત્રીના બંને મૃતદેહ ચાણસદ ગામે હાઈસ્કૂલના પાછળથી ગૌ-શાળાની ખુલ્લી જગ્યામાંથી કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.