Home » Breaking News » આરોપીએ કોન્સ્ટેબલના પગે બચકું ભરી PSIની રિવોલ્વર ખેંચી ધમકી આપી

News timeline

Gujarat
3 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
5 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
5 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

આરોપીએ કોન્સ્ટેબલના પગે બચકું ભરી PSIની રિવોલ્વર ખેંચી ધમકી આપી

સુરત: ચેક રિટર્નના કેસમાં નોન બેલેબલ વોરંટના કારણે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા પકડીને કોર્ટમાં રજૂ કરાયેલો ગોપીપુરાનો અલ્તાફ પોલીસ જાપ્તામાંથી ભાગ્યો હતો. અલ્તાફને ત્રણ દિવસ બાદ ઉમરા પોલીસે પકડ્યો તો ખરો પણ તેણે ઘોડદોડ રોડ પોલીસ ચોકીમાં ભારે તોફાન મચાવ્યું હતું. ગ્રામરક્ષક દળના જવાનના પગે બચકું ભરનાર આલ્તાફે ત્યારબાદ પીએસઆઇ સાથે ઝપાઝપી કરી રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ગોપીપુરાના તાતવાડા વિસ્તારમાં આવેલા ચિશ્તિયા એપાર્ટમેન્ટમાં મોંહમદ અલ્તાફ ગુલામ મોહંમદ રસુલ મન્સુર તેના પરિવાર સાથે રહે છે. અલ્તાફ સામે અત્રેની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ થયો હતો. આ કેસની કાર્યવાહીમાં તે હાજર રહેતો ન હોવાથી કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું. કોર્ટના આદેશાનુસાર અઠવાલાઇન્સ પોલીસે આલ્તાફને 13મી તારીખે પકડી કોર્ટમાં હાજર કર્યો હતો. અહીં કાર્યવાહી ચાલી રહી હતી એ દરમ્યાન અલ્તાફ પોલીસજાપ્તાને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જાપ્તામાંથી ભાગવા અંગે અલ્તાફ સામે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આરોપીએ કોન્સ્ટેબલના પગે બચકું ભરી PSIની રિવોલ્વર ખેંચી ધમકી આપી કે હવે હું તને મારી નાંખીશ. આ પ્રકરણની તપાસ હાથ ધરાતા 17મી એ તેની ધરપકડ કરતાં તોફાન મચાવી દીધું હતું. પોલીસ સ્ટેશનમાં દિવસ દરમ્યાન ધમાચક્કડી મચાવી દીધી હતી. પીએસઆઇ ઢોલા ચોકીમાં આવતા અલ્તાફે ફરી બખેડો કર્યો હતો. તેણે પીએસઆઈ સાથે ઝપાઝપી કરીને હું તને મારી નાંખીશ એવી બૂમો પાડીને પીએસઆઈ કમરે બાંધેલી સર્વિસ રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો.