Home » Breaking News » બોમ્બ પ્લાન્ટ કરનાર યાસીન સુરત પોલીસને સોંપાયો

News timeline

Bollywood
6 mins ago

સિંઘમ બાદ રોહિત શેટ્ટી હવે સિમ્બા બનાવવા તૈયાર

Football
2 hours ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
8 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
8 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
8 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

બોમ્બ પ્લાન્ટ કરનાર યાસીન સુરત પોલીસને સોંપાયો

સુરત- આઈએમનો વડો યાસીન ભટ્ટકલને અમદાવાદ પોલીસની તપાસ પૂર્ણ થતાં સુરત પોલીસને સોંપાયો છે.  આતંકી યાસીન સુરતમાં ચાર દિવસ રોકાયો હતો. જેણે 29 બોમ્બમાં ચિપ ફીટ કરી હતી. તમામ જગ્યા બોમ્બ પ્લાન્ટ કરતી વખતે પણ તેની હાજરી હતી. એટલે કે સુરતના ગુનાનો તે મુખ્ય ગુનેગાર છે સૂત્રધાર છે. તા. 27મી સપ્ટેમ્બર 2008ના રોજ સુરતમાં પહેલો જીવતો બોમ્બ મળ્યો ઉમરા પોલીસ મથકની હદમાં સિટીલાઇટ રોડ પરથી ત્યાર બાદ 29મી સપ્ટેમ્બર સુધીમાં વરાછા, કાપોદ્રા, કતારગામ, મહિધરપુરા વિસ્તારમાંથી અન્ય 26 બોમ્બ મળ્યા. બોમ્બ મળવાની આ પ્રક્રિયા જાણે કે પૂરી થઈ તેવું માની પોલીસે તપાસ આરંભી ત્યાં તા. 9 ઓગસ્ટના રોજ બે બોમ્બ તાપી તટે લંકાવિજય હનુમાનજીના મંદિર પાસેથી મળ્યા. આમ કુલ સુરતમાંથી 29 જીવતા બોમ્બ મળ્યા હતા.

આ અંગે સુરત પોલીસે અલગ અલગ પોલીસ મથકમાં મળી કુલ 15 ગુના નોંધ્યા હતા. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને આપાવામાં આવી હતી. હાલમાં આ ગુનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 68 ગુનેગારો પકડાઈ ચૂક્યા છે. 14 હજુ વોન્ટેડ છે. જેમાંથી યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો મેળવશે ત્યારે પકડાયેલાઓની સંખ્યા 69 થઈ જશે અને વોન્ટેડની સંખ્યા 13 થઈ જશે.