Home » Gujarat » Bhuj » મુન્દ્રા ડેપ્યુટી કમિશ્નર ઓફ કસ્ટમની ધરપકડ

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મુન્દ્રા ડેપ્યુટી કમિશ્નર ઓફ કસ્ટમની ધરપકડ

ભુજઃ સાત કરોડનાં સોનાનાં પ્રકરણમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ગત તા.19ના મુન્દ્રામાં કસ્ટમનાં એક ડેપ્યુટી કમિશનર કક્ષાનાં આઈઆરએસ અધિકારીને સાણસામાં લઈને તેના વતી લાંચની રકમ લેનારા ત્રાહિત વ્યક્તિને ઝડપી લીધો હતો,

કસ્ટમની સ્પેશ્યલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચનાં(એસઆઈઆઈબી) ડેપ્યુટી કમિશનર એસ.જે. સિંગે મંગળવારે વોટ્સએપ મેસેજમાં એવો દાવો કર્યો હતો કે, જે લાંચનાં કેસમાં તેમને આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે, તે કેસની તપાસ કરી રહેલા સીબીઆઈનાં અધિકારીઓ તથા એજન્સીમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. કારણ કે, કરપ્શનનાં કેસોની તપાસમાં સીબીઆઈ દેશની એક પ્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી છે.

તેમની સામે જે પ્રકારનાં ઓડિયો-વીડિયો સ્વરૂપ પ્રકારનાં આધારા-પુરાવાઓ ઊભા કરીને કેસ બનાવવામાં આવ્યો છે, તે રીતે જ તેમની પૂછપરછ તથા નિવેદન લેવાની પ્રક્રિયામાં પણ ઓડિયો-વીડિયોનો ઉપયોગ કરવામાં આવે તો તે સીબીઆઈ સમક્ષ આવી જશે. કારણ કે, તે પોતે ગુનેગાર નથી અને જો એમ કરવામાં આવશે તો સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલી મોટી માછલીઓ (મોટા માથાઓ) તથા સાચા આરોપીઓ સુધી પહોંચવામાં તે સીબીઆઈની મદદ પણ કરશે. તેમને સમગ્ર પ્રકરણમાં કાવતરું કરીને ફસાવવામાં આવ્યા છે, પરંતુ ખરેખર તેઓ ક્રિમિનલ નથી.

ગોલ્ડ પ્રકરણમાં ઓફિસર સંદીપ જોત સિંગ સામે ત્રીસ લાખ રૃપિયાની લાંચ માગી હોવાનો આક્ષેપ થતાં સીબીઆઈ દ્વારા ટ્રેપ કરવામાં આવી હતી.