Home » Gujarat » Bhuj » ઈટાલિયન ચશ્મા ઉતારી ભારતીય નજરે જૂઓ તો વિકાસ’ દેખાશે -અમિત શાહ

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ઈટાલિયન ચશ્મા ઉતારી ભારતીય નજરે જૂઓ તો વિકાસ’ દેખાશે -અમિત શાહ

વેકેશન ગાળવા અમેરિકા જવાને બદલે પ્રજાની વચ્ચે રહો તો કોઈ મત આપે

પોરબંદર- વિકાસનાં મુદ્દે સોશ્યલ મીડિયામાં વ્યંગબાણો અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સફળ સૌરાષ્ટ્ર પ્રવાસથી ભાજપનાં નેતાઓની ઉંઘ ઉડી છે. પોરબંદરથી ગુજરાત ગૌરવ યાત્રાનાં પ્રારંભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ઈટાલિયન ચશ્મા ઉતારી ભારતીય નજરે જુઓ તો જ  તમને ગુજરાતમાં વિકાસ અને ગૌરવ દેખાશે.

રાહુલ ગાંધી ઉપર શાબ્દીક પ્રહારો કરતા તેમણે કહ્યું કે ‘તમે અમારી પાસે ત્રણ વર્ષનો હિસાબ માગો છો, પરંતુ તમારી ત્રણ પેઢીએ દેશ માટે શું કર્યું? તેનો હિસાબ પહેલા આપો. તમારા નેતાઓએ કરેલા કૌભાંડો અને ભ્રષ્ટાચારને કારણે તમારે ઘરભેગા થવું પડયું છે. વેકેશન ગાલવા અમેરિકા જવાને બદલે પ્રજાની વચ્ચે રહો તો કોઈ મત આપે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

પોરબંદરમાં ચોપાટી મેળા મેદાનમાં યોજવામાં આવેલી સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અમીત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો એવું પૂછે છે કે, તમને શેનું ગૌરવ છે? ત્યારે હું કહી રહ્યો છું કે, અમને ગુજરાતને કોંગ્રેસ મુક્ત, ગુંડામુક્ત કરવાનું ગૌરવ છે. નર્મદાના નીર પહોંચાડવાનું ગૌરવ છે. છેવાડાના માનવીઓનો વિકાસ કર્યાનું ગૌરવ છે. ગુજરાતને વિકસીત રાજ્ય બનાવવાનું ગૌરવ છે.