Home » Gujarat » Bhuj » ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાને આજીવન કેદની સજા

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ડબલ મર્ડર કેસમાં ભીમા દુલાને આજીવન કેદની સજા

પોરબંદર- પોરબંદરના આદિત્યાણા ગામમાં વર્ષ-૨૦૦૪માં પિતા-પુત્રની હત્યા કરનાર ગેગંસ્ટર ભીમા દુલાને હાઇકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ટ્રાયલ કોર્ટે ડબલ મર્ડર કેસના તમામ દોષિતોને નિર્દોષ છોડયા હતા. ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં સરકારે અરજી કરી હતી.

આદિત્યાણામાં ૨૭મી મે ૨૦૦૪ના રોજ મુસ્લિમ ઇસ્માઇલ હુસેન મુદ્રા અને તેના પુત્ર યુસુફ ઇસ્માઇલની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ભીમા દુલાનું નામ બહાર આવ્યુ હતુ. ભીમા દુલાએ ભાજપના ભુતપૂર્વ ધારાસભ્ય કરસન દુલાનો ભાઇ છે. તેની સામે કેસ ટ્રાયલ કોર્ટની સમક્ષ ચાલતા કોર્ટે તમામને નિર્દોષ છોડયા હતા. ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે ભીમા દુલા અને છગન રાણાવદરાને આજીવન કેદની સજા ફટકારીને નીચલી કોર્ટના ચુકાદાને રદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં રાજકીય, સામાજિક અને આર્થિક વર્ચસ્વનો લોહિયાળ જંગ ચાલતો જ રહ્યો છે. આમાં ભીમા દુલા ઓડેદરાનું નામ અનેક હત્યાઓ, હત્યાના પ્રયાસ, ગેરકાયદે માઈનિંગ સહિતના ૪૪ કરતાં પણ વધુ ગુનાઓમાં સંડોવાયેલું રહ્યું છે. એટલું જ નહીં, જે તે સમયે હાઈકોર્ટના આદેશના પગલે એપ્રિલ, ૨૦૦૬માં તો ભીમા દુલાએ કોંગ્રેસના તત્કાલિન નેતા મૂળુ મોઢવાડિયાની હત્યાના કેસમાં પોરબંદર પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવી પડી હતી. તે સમયે તેમણે એવો પણ ભય વ્યક્ત કરેલો કે તેમના પર જાનલેવા હુમલો થઈ શકે છે. પોલીસે ભીમા દુલા માટે તે સમયે ૧૪ દિવસના રિમાન્ડ પણ માંગેલા. હત્યા અને અન્ય ફોજદારી ગુનાઓ ઉપરાંત ભીમા દુલા ગેરકાયદે ખાણકામના પણ આરોપી છે.