Home » Breaking News » સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં દિવાળી પર્વની ઉજવણી

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં દિવાળી પર્વની ઉજવણી

-દરરોજ વિશેષ શૃંગાર, ભવ્ય રંગોળી, મહાપુજન, મહાઆરતી વગેરેનું આયોજન

વેરાવળ- સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. ૧૭ ઓક્ટોબરથી તા. ૨૦ ઓક્ટોબર દરમ્યાન દીપોત્સવ તહેવારોની ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ રીતે કરવામાં આવનાર છે. સોમનાથમાં તીર્થમાં ધનતેરસથી નુતન વર્ષ સુધી આવનાર યાત્રીકો માટે વિશેષ આયોજન કરાયું છે.

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તજનો મોટી સંખ્યામાં વર્ષની શરૃઆતે દર્શનાર્થે પહોંચતા હોય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે સુરક્ષા તેમજ શાંતીપુર્ણ દર્શન થાય તેવા હેતુસર પોલીસ, પ્રશાસન, વહિવટી તંત્ર સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અતિથિ ગૃહમાં રોકાતા યાત્રીકો પણ દીપાવલીનાં ત્યોહારમાં જોડાઈ શકે તે માટે દીપોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે.

આ વખતે તા. ૧૭ ઓક્ટોબરથી શરૃ થયેલા દિપાવલી મહોત્સવમાં શ્રી સોમનાથ મંદિર ખાતે ધનતેરસથી નુતન વર્ષ સુધી દરરોજ વિશેષ શૃંગાર, સાંજના દીપમાલીકા ગર્ભગૃહ તથા નૃત્યમંડપમાં સાથે રંગોળી કરવામાં આવશે. તા. ૧૮ના કાળી ચૌદસના દિવસે માસીક શિવરા૬ી નિમિત્તે રાત્રે ૧૦ કલાકે જ્યોતપુજન, રાત્રે ૧૧ કલાકે મહાપુજન અને રાત્રે ૧૨ કલાકે મહાઆરતી યોજાશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તા. ૧૯ દીપાવલીનાં દિવસે સાંજે ૪થી ૬ પાર્વતીજીનું રાજોપચાર પુજન કરવામાં આવશે. લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજન સાંજે ૭-૩૦થી ૮-૧૫ દરમ્યાન કરવામાં આવશે.