Home » Breaking News » વિરોધ કરતાં યુવાનોએ મેયર સહિત મહિલા કોર્પોરેટરને ધક્કે ચઢાવ્યા

News timeline

Delhi
19 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

વિરોધ કરતાં યુવાનોએ મેયર સહિત મહિલા કોર્પોરેટરને ધક્કે ચઢાવ્યા

ભાજપના દલિત માજી કોર્પોરટરને માર મારવા ઉપરાંત મહિલા કોર્પોરેટરને ધક્કો મારી પાડી નાંખતા ઈજા થઈ

સુરત- સુરતના મોટા વરાછા – નાના વરાછામાં  કેટલાક પાટીદાર યુવાનોએ મ્યુનિ.ના કાર્યક્રમાં તોડફોડ કરવા સાથે મેયર સહિતના મહિલા કોર્પોરટરને ધક્કે ચઢાવવા સાથે ગેરવર્તન કર્યું  હતું. તોફાને ચઢેલા યુવાનોએ પોલીસની હાજરીમા ંજ ડેપ્યુટી મેયરની ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. અને મેયરની ગાડી પર ચઢીને ગાડીને નુકસાન પહોંચાડયું હતું. જય સરદાર જય પાટીદારના નારા સાથે હગામો કરનારા યુવાનોએ મહિલાઓને પણ જવા દીધા ન હતા.

આ યુવાનોએ મહિલા મેયર અસ્મતા શિરોયાને ધક્કે ચઢાવ્યા બાદ મહિલા કોર્પોરેટરને પણ ધક્કે ચઢાવ્યા હતા. જેમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા રૃપલ શાહ પડી જતાં તેમને ઈજા થઈ હતી. આ ઉપરાંત ભાજપના  દલિત માજી કોર્પોરેટર ધનજી ચાવડાને ટોળાના કેટલાક યુવાનોએ  ઢોર માર માર્યો હતો. એક યુવાને તેના પર ખુરશી મારી ઈજા પહોંચાડતા ચાવડાને હાથમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયા હતા. પાટીદાર યુવાન દ્વારા દલિત કોર્પોરટર પર હુમલો કરી માર મારવાની ઘટના સાથે મહિલાઓ પર કરેલો હુમલાથી આગામી દિવસોમાં રાજકારણમાં ગરમાટો આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.