Home » Gujarat » સોમનાથ અને દ્વારકા દર્શન કરવા ચાર્ટર હૅલિકોપ્ટરથી જઈ શકશે

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

સોમનાથ અને દ્વારકા દર્શન કરવા ચાર્ટર હૅલિકોપ્ટરથી જઈ શકશે

રાજકોટથી સોમનાથ અને રાજકોટથી દ્વારિકા હૅલિકોપ્ટર ડેઇલી સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હૅલિકોપ્ટરની આ સેવાનું ઓફિશિયલ લોચિંગ તા.૧૯.૧૦.૨૦૧૭ દિપાવલીના દિવસે થશે. જેનું સોમવારે પ્રથમ ટેસ્ટ ડ્રાઇવ રાજકોટથી સોમનાથ કર્યું હતું. પૂરી ટીમે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

રાજકોટ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ અને દ્વારકા ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. હવે શ્રદ્ધાળુઓ રાજકોટથી હવાઈ માર્ગે સોમનાથ અને દ્વારકા જઈ શકશે. સોમનાથ અને દ્વારકા ખાતે હવે ખાનગી એર બસ સેવાનો આરંભ થશે. પ્રથમ તબક્કામાં ૬ સીટર હૅલિકોપ્ટર સેવા શરૂ કરાશે ત્યાર પછી ચાર્ટર પ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. દિવાળીના તહેવારમાં ચાર્ટર હૅલિકોપ્ટરની સેવાનો પ્રારંભ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રારંભમાં રાજકોટ-સોમનાથ અને રાજકોટ-દ્વારકા રૂટની સેવા શરૂ કરાશે. બંને ધાર્મિક સ્થળ પર નિયત કલાકનું રોકાણ થઇ શકશે, ત્યાર પછીના વધારાના સમયના રોકાણ માટે વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. સિનિયર સિટિઝન માટે ખાસ કનસેશન રેટ રાખવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળ ઉપરાંત હૅલિકોપ્ટરમાં રાજકોટ દર્શનની સેવા કરવાની યોજના વિચારણા હેઠળ છે. અસામાન્ય સંજોગોમાં કોઇ દર્દીને તાત્કાલિક રાજકોટથી અમદાવાદ કે મુંબઇ સારવાર માટે લઇ જવા જરૂરી હોય ત્યારે એક એક ક્ષણ કિંમતી હોય છે. આ સંજોગોમાં હવાઇ માર્ગે લઇ જવા તૈયારી હોય તો પણ ફ્લાઇટનો જે સમય હોય ત્યારે જ લઇ જઇ શકાય. ચાર્ટર હૅલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ થવાથી મહામૂલી માનવ જિંદગીને સમયસર સારવાર મળી રહેશે. સંભવત દિવાળી કે નવા વર્ષના શુભ દિવસથી હૅલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે.