Home » Gujarat » Bhuj » ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પરથી કરોડોના મૂલ્યનો ગેરકાયદે માલ પકડી પાડયો

News timeline

Entertainment
30 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પરથી કરોડોના મૂલ્યનો ગેરકાયદે માલ પકડી પાડયો

-મુંબઈની પી.એસ. એન્ટરપ્રાઈઝની સંડોવણી બહાર આવી 

મુન્દ્રા- ફળ કાપવાની છરી, કાતર અને પ્લકર જેવી વસ્તુઓ આયાત કરવાની હોવાનું બતાવીને વાસ્તવમાં મહિલાઓના કિંમતી અંડરગારમેન્ટ્સ અને બાળકોના રમકડાં આયાત કરવાનું એક કૌભાંડ મુન્દ્રા પોર્ટથી ડિરેક્ટોરેટ ઑફ રેવન્ય ઇન્ટેલિજન્સના અધિકારીઓએ પકડી પાડયું છે.

ડીઆરઆઈની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે મુંબઈની પી.એસ. એન્ટરપ્રાઈસ દ્વારા દાણચોરીની આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. આ હકીકત ધ્યાનમાં આવી જતાં  ડીઆરઆઈના અધિકારીઓએ આ કંપની દ્વારા આ આયાતી માલની બિલ ઑફ એન્ટ્રી ફાઈલ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી હતી. તેમણે બિલ ઑફ એન્ટ્રી ફાઈલ કરી અને તેને ક્લિયર કરી દેવામાં આવી તે પછી ડીઆરઆઈની માહિતીને આધારે અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ આયાતના કન્સાઈનમેન્ટના તમામ ૧૩૨૫ બોક્સ કબજે લઈ લીધા હતા. આ બોક્સ ખોલીને જોતાં તેમાંથી ૮૦૦ બોક્સમાં તેમણે જાહેર કરેલી આઈટેમ્સ કરતાં જુદી આઈટેમ્સ જોવા મળી હતી. તેમાં લેડીઝના અન્ડરગારમેન્ટ્સ અને બાળકોના રમકડાં હોવાનું જોવા મળ્યું હતું. આ માલનું મૂલ્ય કરોડોનું થવા જાય છે.

તેના મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. તેમ જ તેના થકી ડયૂટીની કરવામાં આવેલી ચોરીની આકારણીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જપ્ત કરાયેલા ૧૩૨૫ બોક્સમાંથી ૪૧૯ બોક્સમાં બાળકોના રમકડાં હોવાનું જોવા મળ્યુ ંહતું. આ રમકડાંની સંખ્યા અંદાજે ૯૧૦૦૦ની થવા જાય છે. ભારતની વિદેશ વેપાર નીતિમાં નક્કી કર્યા મુજબ રકમડાનું આયાત કરતાં પૂર્વે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોનું પાલન થયેલું હોવું જરૃરી છે. આ જ રીતે ૧૦૦ બોક્સમાં ૧૦,૦૦૦ ડિજિટલ વજન કાંટા હોવાનું જોવા મળ્યું હતું. તેમ જ ૧૯૭ બોક્સમાં ૩૫૬૪૦ મમાપ પટ્ટી હોવાનું મળી આવી હતી. બીજા ૫૦ બોક્સમાં ૮૦૦૦ જેટલા પાણી ગરમ કરવા માટેના રૉડ્સ હોવાનું પકડાયું હતું. ૪૦ બોક્સમાં લેડીઝના અન્ડરગારમેન્ટ્સ ભરેલા હોવાનું તપાસમાં બહાર આવ્યુ ંહતું. કસ્ટમ્સ એક્ટની જોગવાઈ હેઠળ મુન્દ્રાના કસ્ટમ્સ અધિકારીઓએ આ કન્સાઈમેન્ટ જપ્ત કરી લીધું હતું.