Home » Gujarat » Ahmedabad » વડતાલ સ્વામીનારાયણ મંદિરના સાધુની હત્યામાં ત્રણ કિશોરો પકડાયા

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
1 hour ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
1 hour ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
1 hour ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
1 hour ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
3 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
3 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

વડતાલ સ્વામીનારાયણ મંદિરના સાધુની હત્યામાં ત્રણ કિશોરો પકડાયા

સાધુની વિડિયો ક્લિપિંગ બનાવી બ્લેકમેઇલિંગ કરી નાણાં પડાવવાનો પ્લાન સફળ ન થતા હત્યા કરી હોવાનું ખુલ્યું

નડિયાદ- સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ  વડતાલમાં  ત્રણ દિવસ અગાઉ ધર્મતનયદાસ  સ્વામીની હત્યા થઈ હતી. આ કેસમાં સ્વામીના કોલ ડીટેલ્સ આધારે પોલીસે  ત્રણ સગીર વયના કિશોરોને ઝડપી લઈ પુછપરછ આદરી હતી.

વડતાલ તીર્થ ધામમાં સંત નિવાસમાં રહેતા ધર્મતનયદાસ સ્વામી (ઉં.વ.૫૦)ની ગત્ ૧૮મી નવેમ્બરે સાંજના સમયે લોહીથી લથપત હાલતમાં તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે સાધુ સંતોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે વિવિધ દિશામાં તપાસ આદરી હતી. પોલીસે સ્વામીના મકાનની તપાસ કરતા તેઓના ઘરમાં રસોડાના એક ડ્રોવરમાંથી સરસામાન વેરવીખેર હાલતમાં જોવા મળ્યો હતો. આથી પ્રાથમિક તપાસમાં આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે સ્વામીના મોબાઈલનો કબ્જો મેળવ્યો હતો. આ મોબાઈલમાં કોલ ડીટેલ્સ ચેક કરતા વડતાલ પાસેના એક પરા વિસ્તારમાં રહેતો અને ધો.૧૧માં ભણતો એક કિશોર તેમના ગાઢ પરીચયથી વાકેફ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કિશોરના ઘરે જઈ તેની અટકાયત કરી પુછપરછ આદરતા તેણે પોતાના બે સાથી મિત્રો સાથે ધર્મતનયદાસ  સ્વામીને છરાના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે ત્રણેય કિશોરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.આ ત્રણેય કિશોરોની ઉલટ સુલટ પુછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં  ગત્ ૧૭મી નવેમ્બરના રોજ સાંજના આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં ત્રણેય કિશોરો ભેગા મળી ધર્મતનયદાસ સ્વામીના ઘરે પ્રસાદી લેવા ગયા હતા. ઘરમાં એકલા રહેતા સ્વામીને  કઢંગી હાલતમાં ફોટોગ્રાફ્સ અને વીડીયો ક્લીપીંગ ઉતારી તેઓને બ્લેકમેલીંગ કરી સ્વામી પાસેથી પૈસા પડાવવાનો હેતુ આ કિશોરોનો હતો. પરંતુ આ હેતુ પાર ન પડતા ત્રણેય કિશોરોએ ભેગા મળી સ્વામીને છરાના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

ચકલાસી પોલીસે આ ત્રણેય કિશોરને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ આ તમામ કેસની આગળની વધુ તપાસ ડાકોર સીપીઆઈને સોંપવામાં આવી છે. પોલીસે ત્રણ કિશોરો પાસેથી એક એક્ટીવા અને છરી કબ્જે લીધા છે.