Home » Breaking News » અમેરિકાથી વડોદરા સ્થાયી થયેલી વૃધ્ધાને સગાઓએ જ ચૂનો ચોપડયો

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમેરિકાથી વડોદરા સ્થાયી થયેલી વૃધ્ધાને સગાઓએ જ ચૂનો ચોપડયો

– પ્રપૌત્ર ચિરાગે કહ્યુ,દાદી નવા કાયદા મુજબ બેન્કનું સોનુ સરકાર લઇ લે છે.

વડોદરા- પાછલી જીંદગી શાંતિમય રીતે વિતાવવા અમેરિકાથી વડોદરા સ્થાયી થયેલી એક એનઆરઆઇ વૃધ્ધાને તેના જ સબંધીઓનો કડવો અનુભવ થતા આખરે તેમણેે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમા શાલીગ્રામ એપાર્ટેમેન્ટમાં રહેતા ૭૮ વર્ષીય સરલાબેન હરકીશનદાસ પારેખે પોલીસને જણાવ્યુ છે કે,વર્ષ-૧૯૯૯થી અમે પતિ-પત્ની અમેરિકાથી અત્રે રહેવા આવી ગયા હતા.વર્ષ-૨૦૧૦માં મારા પતિનું અવસાન થયુ હતુ. જૂન-૨૦૧૫માં મુંબઇના બોરીવલી ખાતે રહેતી ભત્રીજી ઉષાની પુત્રી છાયાને વડોદરામાં સેટ થવુ હોઇ મળવા આવતી હતી.

જુલાઇ-૨૦૧૫માં છાયા તેના પુત્ર ચિરાગને વડોદરા લાવી હતી અને વાપીમાં ચિરાગને ઘણુ નુકસાન થયુ હોવાનું કહી વડોદરામાં ધંધા માટે મદદ કરવા વિનંતી કરતા મેં ચિરાગને રૃા.૨૦ લાખ આપ્યા હતા જે તેણે પરત કરી દીધા હતા. સરલાબેને પોલીસને કહ્યુ છે કે,ચિરાગ મને બેન્કના કામોમા મદદરૃપ થતો હતો.વર્ષ-૨૦૧૬માં મારી એફડી પાકતી હોઇ ચિરાગે રૃા.૪૫ લાખની એફડી વધુ વ્યાજની લાલચ આપી બીજી બેન્કમાં મુકવાને બહાને વગે કરી દીધી હતી. જ્યારે બેન્કના લોકરમાંથી લાવેલા દાગીના  સરકાર પાંચ તોલાથી વધુ દાગીના કબ્જે કરી લે છે..તેમ કહી  ૩૦ તોલાના દાગીના પણ પાછા મુકવા દીધા ન હતા.

આ ઉપરાંત બેન્કનું રૃા.૧૫લાખનું બેલેન્સ પણ તેણે વગે કરી કુલ રૃા.૭૦ લાખની મત્તા વાપરી નાંખી હતી. વૃધ્ધાએ બેન્ક બેલેન્સ ચેક કર્યુ તો ચક્કર આવી ગયા સરલાબેને પોલીસને જણાવ્યુ છે કે,તા.૧-૭-૨૦૧૭ના રોજ મારા ભત્રીજા આનંદ પારેખને કેનેડા જવુે હોઇ તેણે મારી પાસે રૃપિયાની મદદ માંગી હતી.આનંદને લઇ ઇન્ડસ ઇન્ડ બેન્કમાં તપાસ કરવા ગઇ ત્યારે રૃા.૧૫ લાખનું બેલેન્સ હતુ જ નહી !